તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગોરા ગામના યુવાને પુલ પરથી ૃચ્ ’ભૂસકો માર્યો પરંતુ આબાદ બચાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરા ગામના યુવાને પુલ પરથી ૃચ્/’ભૂસકો માર્યો પરંતુ આબાદ બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
નાંદોદ તાલુકાના ગોરા ગામના યુવાને કોઇ કારણસર જીવનથી કંટાળીને આપઘાત કરવાના ઇરાદે ગોરા પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે છીછરા પાણીમાં નદીની વનસ્પતિઓમાં પડતાં તે ડૂબતાં બચી ગયો હતો. દરમિયાન નદી કિનારે સ્નાન કરતાં ભક્તો તેમજ જીસેકના ફાયર ફાઇટરોએ મહા મહેનતે તેને બચાવતા સારવાર માટે ગરૂડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં
ખસેડયો હતો.
ગોરાનો સતિષ દિનેશ તડવી ગઇ કાલે રાત્રીના સમયે વાગડિયા ગામે આવેલી તેની સાસરીમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પુર્ણ કર્યા બાદ રાત્રીના તે ગોરા ગામે પરત આવવા નીકળ્યો હતો. પારિવારિક ઝઘડાને કારણે તે જીવનથી કંટાળી જતાં માનસિક રીતે પડી ભાંગ્યો હતો. દરમિયાન આજે ગુરૂવારે સવારના ૧૧ કલાકના અરસામાં તે ગોરા બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો. દિનેશ તડવીએ ફાની દુનિયાને અલવિદા કરવા ગોરા બ્રિજ પરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. નસીબ જોગ તે છીછરા પાણીમાં તેમજ પાણીની વનસ્પતિઓમાં પટકાતાં તેને સામાન્ય ઇજાઓ થઇ હતી. યુવાનને નદીમાં પડતાં જોઇ નદીમાં સ્નાન કરી રહેલાં સ્થાનિક રહિ‌શો તેમજ ભક્તોએ તાત્કાલિક તેને બચાવવાની કવાયત હાથ ધરી હતી. બીજી તરફ જીસેકના લાશ્કરોને ઘટનાની જાણ થતાં તેમણે પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી એક કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ સતિષ તડવીને પાણીમાંથી બહાર કાઢયો હતો.
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું માલુમ પડયું હતું. પોલીસે ગુનો નોંધી સતિષે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો