તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવાપુરામાં ડેન્ગ્યૂનો પોઝિટિવ કેસ મળ્યોઆરોગ્ય વિભાગની ટીમે ગામમાં કલોરિનેશન અને ફોગિંગની હાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાપુરામાં ડેન્ગ્યૂનો પોઝિટિવ કેસ મળ્યોઆરોગ્ય વિભાગની ટીમે ગામમાં કલોરિનેશન અને ફોગિંગની હાથ ધરેલી કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
નાંદોદ તાલુકાના નવાપુરા ગામે એક યુવાનને ડેન્ગ્યૂ પોઝિટિવ નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા સાથે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. યુવાનને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નવાપુરા ગામે ડેન્ગ્યૂ પોઝિટીવનો એક દર્દી‍ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા સાથે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે. ભવદિપસિંહ દિલીપસિંહ ગોહિ‌લને સતત ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો. યુવાનને તાવ ઉતરતો ન હોય રાજપીપળાના ખાનગી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.
યુવાનની ખાનગીમાં સારવાર દરમિયાન સ્ટાફ દ્વારા લેવાયેલા લોહીના નમુનામાં શંકાસ્પદ ડેન્ગ્યૂ હોવાનું હોસ્પિટલના તબીબોએ નિદાન કર્યું હતું. ભવદિપ ગોહિ‌લના ટેસ્ટમાં ડેન્ગ્યૂ પોઝિટિવ નીકળતા તેને વધુ સારવાર માટે પરિવારજનો દ્વારા વડોદરા લઇ જવાયો હતો. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં હાલ યુવાનની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગામમાંથી શંકાસ્પદ ડેન્ગ્યૂના મળી આવેલા એક કેસના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાખી ક્લોરિનેશન તેમજ ફોગિંગ કર્યું હતું. ગામમાં રોગચાળો વકરે નહિ‌ તે માટે સાફ-સફાઇ અભિયાન પણ તેજ બનાવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે ગામમાંથી જરૂરી સેમ્પલો પણ લીધા હતા. ગામમાંથી તાવનો એક પણ દર્દી‍ નહિ‌ મળતા પરિસ્થિતિ સારી હોવાનું આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો