તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભરૂચના પૂર્વ એસપી અને પત્નીને અકસ્માતમાં ઇજારાજયના વન મંત્રીના ભાઇ અમરસિંહ વસાવાને પત્ની સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના પૂર્વ એસપી અને પત્નીને અકસ્માતમાં ઇજારાજયના વન મંત્રીના ભાઇ અમરસિંહ વસાવાને પત્ની સાથે દેવમોગરામાતાજીના દર્શને જતી વેળા અકસ્માત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. દેડિયાપાડા / અંકલેશ્વર
દેડિયાપાડા તાલુકાના રાલદા ગામ નજીક મોટરકાર અને ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રીના ભાઇ તથા આઇપીએસ અધિકારી અમરસિંહ વસાવા તથા તેમના પત્નીને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. અમરસિંહ વસાવા ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકે પણ અગાઉ ફરજ બજાવી ચુકયાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાના ભાઇ અને આઇપીએસ અધિકારી અમરસિંહ વસાવા તથા તેમના પત્ની કુમુદબેન ઉર્ફે જમનાબેન સાથે શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મોટરકાર લઇને દેવમોગરા સ્થિત પાંડુરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયાં હતાં જયાં તેમની મોટરકારને આગળ ચાલતી ટ્રક સાથે અકસ્માત નડયો હતો. જેમાં અમરસિંહ વસાવા તથા તેમના પત્નીને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં દેડિયાપાડા પીએસઆઇ ભાટી સહિ‌તનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઇજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં. બનાવને પગલે સાંસદ મનસુખ વસાવા તથા અન્ય રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. અમરસિંહ વસાવાના પત્ની કુમુદબેન ઉર્ફે જમનાબેનને
માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. વસાવા દંપતીને વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અમરસિંહ વસાવા અગાઉ ભરૂચ જિલ્લા પોલીસવડા તરીકે પણ ફરજ
બજાવી ચુકયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો