તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભરૂચ નર્મદામાં આજે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશેમહાશિવરાત્રિએ શિવભકતોનું પૂજન માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ -નર્મદામાં આજે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશેમહાશિવરાત્રિએ શિવભકતોનું પૂજન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભરૂચ,રાજપીપળા
ભોળાનાથ શંભુની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રિની ઉજવણી માટે શિવ ભકતો સજ્જ બન્યાં છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાથી જ ભરૂચ અને નર્મદા જિલ્લાના શિવાલયોને શણગારી દેવામાં આવ્યાં હતાં.યુવક મંડળો ભાંગની મહાપ્રસાદી તૈયાર કરવાના આયોજનમાં વ્યસ્ત બની ગયાં હતા.
ભરૂચ-નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે શિવરાત્રિ નિમિત્તે ભાવિક ભકતો શિવાલયોમાં જઇ શિવજીની આરાધના કરશે. જંબુસર તાલુકામાં અરબી સમુદ્રના કિનારે આવેલાં ગુપ્ત ર્તી‍થ કંબોઇ ખાતે શિવરાત્રિના પાવન અવસરે માનવ મહેરામણ ઉમટી પડશે. ભરૂચ શહેરમાં આવેલાં શકિતનાથ મહાદેવ, નિલકંઠેશ્વર મહાદેવ સહિ‌તના વિવિધ શિવાલયોને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે. નર્મદા જિલ્લામાં વડામથક રાજપીપળા, જીતનગર, ગરુડેશ્વર, શૂલપાણેશ્વર, બોરિયા, રામપુરા સહિ‌તના ગામડાંઓ તથા આશ્રમોમાં શિવરાત્રિની ઉજવણી કરાશે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના ભાતીગળ મેળામાં માનવમહેરામણ ઉમટી પડશે. બંને જિલ્લામાં આવેલાં શિવાલયો ખાતે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તથા ભાંગની મહાપ્રસાદીના વિતરણ માટે યુવક મંડળો સજ્જ બન્યાં છે.
જંબુસરના સ્તંભેશ્વર ર્તીથ, નર્મદાના શુલપાણેશ્વર, દેવમોગરા, જીતનગર અને સજોદ ગામે સિદ્ધનાથ મહાદેવના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકમેળો યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો