• Gujarati News
  • ઝઘડિયામાં ડિટેઇન વાહનોના માલિકોને ~પ૦ હજારનો દંડ

ઝઘડિયામાં ડિટેઇન વાહનોના માલિકોને ~પ૦ હજારનો દંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ઝઘડિયા
ઝઘડિયા પોલીસે ગેરકાયદે રીતે ઓવરલોડ રેતી ભરીને વહન કરી જતી ૮ ડમ્પર તેમજ ટ્રકો ઝઘડિયા ચોકડી પાસેથી ઝડપી પાડી તમામ વાહનો ડિટેઇન કર્યા હતાં. પોલીસે તેમને આરટીઓ મેમો આપતાં તેમને કુલ રૂા.પ૦ હજારનો દંડ આરટીઓએ ફટકાર્યો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, ઝઘડિયા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર. બી. બારિયાએ ઓવરલોડ વાહન ચાલકો ઉપર સોમવારે રાત્રીના સમયે તડાકો બોલાવ્યો હતો. રાત્રીના સમયગાળા દરમિયાન ઇન્સ્પેક્ટર બારિયાએ ઝઘડિયા ચોકડી ખાતેથી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરી ઓવરલોડ રેતી ભરીને પસાર થતી ૮ ડમ્પરો તેમજ ટ્રકો ઝડપી હતી. વાહન ચાલકો પાસે પોલીસે લાઇસન્સ તેમજ વાહનોના આરટીઓને લગતાં દસ્તાવેજોની માંગણી કરતાં તેમની પાસે કોઇ જ કાગળો મળી આવ્યાં ન હતાં. જેને પગલે પોલીસે તમામ વાહનો ડિટેઇન કરી તેમને આરટીઓ મેમો ફટકાર્યો હતો.