તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આમોદમાં તરુણીને ભગાડી જનાર યુવાન સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદમાં તરુણીને ભગાડી જનાર યુવાન સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
આમોદ નવીનગરીમાં રહેતી ફોઇને ત્યાં આવતાં જંબુસરના એક ગામના યુવાને એક તરૂણીને પ્રેમજાળમાં ફસાઇ લગ્નની લાલચે ભગાડી જતાં તરૂણીના પિતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્નેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જંબુસરના એક ગામે રહેતો મુકેશ રમણ રાઠોડ અવારનવાર આમોદમાં ફોઇના ત્યાં રહેવા માટે આવતો હતો. તેણે ગામમાં રહેતી એક તરૂણીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતાં. ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮ કલાકના અરસામાં તરૂણીએ દાદાને ત્યાં જવાનું કહીને ઘરેથી રૂપિયા લઇને નીકળી હતી. મોડી સાંજ સુધી તે દાદાને ઘરે નહીં પહોંચતાં પરિવારજનો ચિંતિત બન્યાં હતાં. તેમણે અન્ય સગા સંબંધીઓને ત્યાં તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તરૂણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. અરસામાં તેમણે જાણ થઇ હતી કે, મુકેશ તરૂણીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. પરિવારજનોએ મુકેશની તપાસ કરતાં તે પણ તેના ઘરેથી ગુમ હોવાનું માલુમ પડયું હતું. જેને પગલે તરૂણીના પિતાએ મુકેશ સામે તેમની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્નેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો