તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લામાં વિ.પ્ર.નાં ૬૪૯૦ છાત્રોની કસોટી:૪પ૦ શિક્ષકોને તાલીમ અપાશેબો‌ર્ડ‌ની પરીક્ષામાં ગેરરીત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં વિ.પ્ર.નાં ૬૪૯૦ છાત્રોની કસોટી:૪પ૦ શિક્ષકોને તાલીમ અપાશેબો‌ર્ડ‌ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બો‌ર્ડ‌નો સતત બીજા વર્ષે પણ પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં ગેરરીતિ ડામવા માટે સતત બીજા વર્ષે પણ બો‌ર્ડ‌ દ્વારા જે તે વિષયનાં પ્રશ્નપત્રમાં જે તે વિષયનાં શિક્ષકને આખો દિવસ તાલીમમાં રોકી રાખવાનો પ્રયોગ યથાવત્ રાખવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ૬૪૯૦ છાત્રોની કસોટી દરમિયાન ૪પ૦થી વધુ શિક્ષકો તાલીમમાં રોકાયેલા રહેશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા વિદ્યાર્થી‍ઓને ગેરરીતિ કરતા અટકાવવા સીસીટીવી કેમેરા સહિ‌તની આધુનિક તક્નિક અપનાવ્યા પછી હવે સતત બીજા વર્ષે બો‌ર્ડ‌ની પરીક્ષા દરમિયાન જ શિક્ષકોને તાલીમ આપવાનું પણ નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના મુખ્ય ચાર પ્રશ્નપત્રોની પરીક્ષા દરમિયાન તાલીમ અપાશે.
ધો. ૧૧-૧૨ સાયન્સની બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન સાયન્સના ચાર વિષયોની પરીક્ષા લેવાશે. સાયન્સની પરીક્ષામાં ચોથું સેમેસ્ટર છેલ્લું હોવાથી વિદ્યાર્થી‍ઓ તેમાં વધારે માર્ક મેળવવા પૂરી ધગશથી મહેનત કરતા હોય છે. આવા સંજોગોમાં કોઇ વિદ્યાર્થી‍ ટૂંકો રસ્તો અપનાવીને ગેરરીતિ ન કરે તેટલા માટે શિક્ષણ બો‌ર્ડે‌ શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કર્યુ છે. પરીક્ષાના પ્રશ્ન પત્રના દિવસે જ તાલીમ ગોઠવવા પાછળનો હેતુ એવો હોવાનું મનાય છે કે શિક્ષકો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી‍ઓને ગેરરીતિ કરાવી શકે નહીં. ધો. ૧૨ સાયન્સની પરીક્ષામાં તા. ૧૩ માર્ચે ફીઝિક્સ, તા. ૧પ માર્ચે કેમિસ્ટ્રી, તા. ૧૮ માર્ચે મેથ્સ, તા. ૨૨ માર્ચે બાયોલોજી વિષયની પરીક્ષા લેવાશે. આ તારીખો એટલે કે દિવસો દરમિયાન તે વિષયના શિક્ષકોને જિલ્લા સ્તરે શૈક્ષણિક તાલીમ ભવનોમાં તાલીમ અપાશે. આવી જ રીતે ધો. ૧૧ના બીજા સેમેસ્ટરની પરીક્ષામાં તા. ૨ એપ્રિલના કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં, તા. ૪ એપ્રિલે બાયોલોજી, તા. પ એપ્રિલે મેથ્સ, , તા. ૭ એપ્રિલે ફીઝિક્સ એમ સાયન્સના મુખ્ય વિષયો દરમિયાન વિષય શિક્ષકોને તાલીમ અપાશે. આ તાલીમ પરીક્ષાનું પ્રશ્નપત્ર જે વિષયનું હોય તે દિવસે જ તે વિષયના શિક્ષકની તાલીમ રખાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો