• Gujarati News
  • વાલિયા ગામે રસ્તો ઓળંગતાં વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત

વાલિયા ગામે રસ્તો ઓળંગતાં વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાલિયા
વાલિયા ગામે રહેતા એક વૃદ્ધ મંગળવારે બપોરના સમયે જીઇબી કચેરી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં એક ટ્રકના ચાલકે પુરઝડપે ધસી આવી તેને અડફેટમાં લેતાં તેનું ગંભીર ઇજાથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાલિયા ગામે આવેલી વીજ કંપનીની કચેરી પાસે રહેતાં નારણ વસાવા મંગળવારે બપોરના સમયે વીજ કચેરી પાસેથી ચાલતાં રોડ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાન એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નારણ વસાવાને પાછળથી અકસ્માત કરતાં તેઓ હવામાં ફંગોળાઇ જઇ રોડ ઉપર પટકાયાં હતાં. અકસ્માત સર્જીને ટ્રક ચાલક તેની ટ્રક લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધતાં હેડ કોન્સ્ટેબલ મગનભાઇએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત કરી ફરાર થઇ ગયેલાં ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.