તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કચરો નહીં ઉપાડનાર ઈજારદારને પેનલ્ટીમાંથી મુકિતભરૂચ નગરપાલિકા શાસકોની કોન્ટ્રાકટર સાથે મહેમા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરો નહીં ઉપાડનાર ઈજારદારને પેનલ્ટીમાંથી મુકિતભરૂચ નગરપાલિકા શાસકોની કોન્ટ્રાકટર સાથે મહેમાન નવાજી પાલિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ શહેરને ગંદા - ગોબરાની ઈમેજમાંથી બહાર લાવવા માટે નગરપાલિકાના શાસકો દ્વારા એક તરફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાકટરે સાડા ત્રણ લાખ મકાનોનો કચરો નહીં ઉપાડયો હોવા છતાં કોન્ટ્રાકટની શરતો મુજબ લેવાની થતી ત્રણ ગણી પેનલ્ટીમાંથી મુકિત આપવાનો વિવાદાસ્પદ નિર્ણય શાસકોએ લીધો છે. ઈજારદારની સરખામણી મહેમાન સાથે કરીને અતિથિ દેવો ભવ:’ ની ભાવના સાથે ઈજારદાર સાથે સહાનુભૂતિ દાખવવામાં આવી હોવાના પાલિકા પ્રમુખ દક્ષા પટેલના ખુલાસાથી વિવાદ વકરે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ૧૪ વો‌ર્ડ‌માં ડોર-ટુ-ડોર ગાર્ખેજ કલેકશનનો ઈજારો વડોદરાના પટણી ર્કોપોરેશન નામના ઈજારદારને આપવામાં આવ્યો છે. જૂના ઈજારદારની નબળી કામગીરીના અનુભવને ધ્યાને લઈ પાલિકાના સત્તાધિશોએ કચરો નહીં ઉપાડવા બદલ ત્રણ ગણી પેનલ્ટી સહિ‌તની આકરી શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ ટેન્ડરમાં કર્યો હતો. જાન્યુઆરી-૨૦૧૪થી ભરૂચ શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્ખેજ કલેકશનની કામગીરી શરૂ કરનાર ઈજારદારને પ્રથમ તબક્કામાં જ વેઠ ઉતારતા ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરોએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો.
નગરપાલિકામાંથી મળતી માહિ‌તી અનુસાર ઈજારદારે જાન્યુઆરીમાં શહેરના સાડા ત્રણ લાખ મકાનોમાંથી કચરો ઉઠાવ્યો જ ન હતો. આટલા મોટા પાયે લાલિયાવાડી ચલાવનાર ઈજારદાર પટણી ર્કોપોરેશનને કોન્ટ્રાકટની શરતોનુસાર ત્રણ ગણી પેનલ્ટી ફટકારવાની થાય પરંતુ પાલિકાના શાસકો તેમજ વહિ‌વટી સત્તાધિશોએ સહાનુભૂતિ દાખવીને માત્ર સિંગલ દિવસની મંજૂર રકમની પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય લેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
વિવાદાસ્પદ નિર્ણય અંગે પાલિકા પ્રમુખ દક્ષા પટેલે ઈજારદારનો બચાવ કરી તેની સરખામણી ઘરે આવેલા મહેમાન સાથે કરીને શહેરની ભૌગોલિક સ્થિતિથી અજાણ હોવાથી ઈજારદાર સાથે સહાનુભૂતિભર્યું વલણ દાખવવામાં આવ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો