તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જે.કે.જ્વેલ‌ર્સના ત્યાં ~૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયાભરૂચ, વડોદરા અને અમદાવાદ રેન્જના અધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.કે.જ્વેલ‌ર્સના ત્યાં ~૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયાભરૂચ, વડોદરા અને અમદાવાદ રેન્જના અધિકારીઓ પણ સર્વેમાં જોડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચના જે.કે.જવેલ‌ર્સના ત્યાં મંગળવારથી ચાલી રહેલા આયકર વિભાગના સર્વેમાં પ્રાથમિક તબક્કે રૂા. ૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો ઝડપાયા હોવાની માહિ‌તી આયકર વિભાગના અધિકારીઓએ આપી હતી. જે.કે. જવેલ‌ર્સના સંચાલકોએ હિ‌સાબોના ચોપડામાં સોનાનો સ્ટોક અને જવેલરી ઓછો દર્શાવી કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ સર્વેમાં ગ્રાહકોએ કરેલી ખરીદારીમાં પણ હિ‌સાબી ચોપડાઓમાં વેચાણની ઓછી એન્ટ્રી કરી હોવાનું ખૂલ્યું છે.જે.કે.જવેલ‌ર્સ૧૨પ વર્ષ જૂની પેઢી છે. ભરૂચમા આયકરના સર્વેમાં સૌ પ્રથમવાર જવેલ‌ર્સ પાસેથી જ નહીં સમગ્ર ભરૂચ જિલ્લામાં આટલું મોટું કલોઝર મળ્યું છે.મંગળવારથી વડોદરા આયકર વિભાગની ભરૂચના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા જે.કે.જવેલ‌ર્સના ત્યાં ચાલી રહેલી સર્વેની કામગીરી બુધવારે પણ મોડી સાંજ સુધી કાર્યરત રહી હતી. આયકર વિભાગનો સર્વે હજી કાર્યરત હોય ફાઇનલ ડિસ્કલોઝર આપવામાં નહિ‌ આવ્યું હોવાનું આયકર વિભાગના અધિકારીઓએ
જણાવ્યું હતું.
જો કે આયકરના સર્વેમાં જે.કે.જવેલ‌ર્સ દ્વારા હિ‌સાબી ચોપડાઓમાં ખરેખર ખરીદેલા સ્ટોક કરતા સોના તેમજ જવેલરીનો ઓછો સ્ટોક બતાવ્યો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. સાથે જ ગ્રાહકોને વેચેલા સોનાના ઝવેરાતોમાં બીલ બુકો અને ચોપડામાં ખરેખર વેચાણ કરતા ઓછી એન્ટ્રી કરી હોવાનું આયકર વિભાગની સર્ચ ટીમે જણાવ્યું હતું.મોડી સાંજ બાદ આયકર વિભાગની ટીમે જે.કે.જવેલ‌ર્સના ત્યાંથી વાંધાજનક ખરીદ-વેચાણના ચોપડા, બીલ બુકો સહિ‌તના દસ્તાવેજો સીઝ કરવાની કામગીરી હાથ
ધરી હતી. જે.કે.જવેલ‌ર્સ માલિક અને સંચાલકો દ્વારા સોનાનો સ્ટોક ચોપડે ઓછો બતાવી તેમજ ખરેખર દાગીના અને સોનાના વેચાણ કરતા ઓછું વેચાણ બતાવી રૂા. ૬ કરોડના બેહિ‌સાબી વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું આયકરની સર્વે ટીમે જણાવ્યું હતું. જે.કે.જવેલ‌ર્સના ત્યાં બે દિવસ ચાલેલા સર્વેમાં વડોદરા અને ભરૂચ રેંજના અધિકારીઓ સાથે અમદાવાદ રેંજના અધિકારીઓ પણ જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો