તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતાં અત્યાચારો અટકાવવા માંગણી ((ફોટોમેટર પેજસાત))

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતાં અત્યાચારો અટકાવવા માંગણી ((ફોટોમેટર-પેજસાત))

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ / રાજપીપળા

ભારત દેશમાં બાંગ્લાદેશી ઘુસણખોરી તથા બાંગ્લાદેશમાં હિંદુ સમાજના લોકો ઉપર થઇ રહેલાં અત્યાચારો અટકાવવાની માંગ સાથે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં બજરંગદળ તથા વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોએ તંત્રવાહકોને આપ્યું હતું.

દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી બાંગ્લાદેશી ઘૂસણખોર દેશમાં પ્રવેશ કરી રહ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોર દેશની આંતરિક તથા આર્થિ‌ક સુરક્ષા માટે ખતરારૂપ સાબિત થઇ રહ્યા છે. વિવિધ રાજયોમાં બનતી હિંસા, ચોરી તથા લૂંટની ઘટનાઓમાં બાંગ્લાદેશી ઘુસણખોરીની સંડોવણી બહાર આવી છે.

એક તરફ બાંગ્લાદેશી ઘૂસણખોર દેશ માટે સમસ્યા ઉભી કરી રહ્યા છે તો બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુ સમાજના લોકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે તેમજ હિંદુ મંદિરોને તોડી નાંખવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બની રહેલાં હિંદુઓને ભારતમાં શરણું આપવામાં આવે તથા ભારતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ભરૂચ ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં વિહિ‌પના વિભાગીય મંત્રી દુષ્યંતસિંહ સોલંકી, જિલ્લા મંત્રી બિપિન પટેલ, બજરંગદળના જિલ્લા સંયોજક કિશન વાઘેલા સહિ‌ત નગીન વાઘેલા, ભરત શાહ, કૌશિક જોષી અને રાકેશ ચુડાસમા હાજર રહ્યા હતાં. નર્મદા જિલ્લા કલેકટર રાકેશ શંકરને નર્મદા જિલ્લા વિહિ‌પ પ્રમુખ અજીતસિંહ રાઠોડ, શહેર પ્રમુખ કર્તિ‌ન પુરોહિ‌ત, સંગઠન મંત્રી જીતુ ગોસ્વામી સહિ‌તના હોદે્દારોએ આવેદનપત્ર આપ્યું હતું.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો