તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બસ વાન ભટકાતાં વાનચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસ-વાન ભટકાતાં વાનચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
દહેજથી ભરૂચ આવવાના માર્ગ ઉપર આવેલી મેઘમણી કંપની પાસે રોંગ સાઇડથી પસાર થતી મારૂતિવાન સામેથી આવતી એસટી બસ સાથે અથડાતાં વાનના ચાલકનું ગંભીર ઇજાથી બનાવની જગ્યાએ જ મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના પાંચકડા ગામે રહેતો રાજેન્દ્ર ઉર્ફે લાલો ગોવિંદ ગોહિ‌લ સોમવારે સાંજના મારૂતિવાન લઇને દહેજથી ભરૂચ આવવાના માર્ગ ઉપર રોંગ સાઇડ પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન મેઘમણી કંપની પાસેથી પસાર થતી વેળાં તેનું કોઇ કારણસર સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતાં તેની વાન સામેથી પુરઝડપે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ જતાં અકસ્માત સર્જા‍યો હતો. જેને પગલે રાજેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું બનાવની જગ્યાએ જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં દહેજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી. આર. પટેલ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. પોલીસે મૃતકના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરી મૃતકના દેહને પોસ્ટમો‌ર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ સંદભે દહેજ પોલીસે અંભેટા ગામના સંજય અમરસંગ ગોહિ‌લની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો