તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીજા દિવસે પણ વરસાદ:૭૦ ગામમાં અંધારપટમાવઠું વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ભરૂચ નર્મદા જિલ્લામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા દિવસે પણ વરસાદ:૭૦ ગામમાં અંધારપટમાવઠું વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ભરૂચ-નર્મદા જિલ્લામાં વીજ લાઇનો અને વૃક્ષો તૂટી પડવાના અનેક બનાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભરૂચ
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઠંડી અને ગરમી અને વરસાદની ત્રેવડી મોસમ વચ્ચે વાતાવરણમાં ત્રીજી વખત આવેલા પલટાથી સોમવારે રાતે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યાં બાદ મંગળવારે સવારે પણ ઝાપટાં વરસ્યાં હતા.માવઠાથી કેળ, કેરી, કપાસ અને તુવેરનાં પાકને વ્યાપક નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના નાંદોદ -તિલકવાડા તાલુકાના ૭૦થી વધુ ગામોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો.
સોમવારે રાતે મોસમમાં એકાએક બદલાવના પરિણામે ભરૂચ અને નર્મદા પંથકમાં પણ સુસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે કમોસમી વરસાદ વરસી પડયો હતો. મંગળવારે સવારે પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી પડતા વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. વરસાદથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો બપોરે ૧૨ કલાકે ૨થી ૩ ડિગ્રી ગગડી ગયો હતો. વરસાદથી લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. માવઠાથી જિલ્લામાં કપાસ, શાકભાજી સહિ‌ત કેરીના પાકને પણ અસર પહોંચવાની શકયતા મકતમપુર સ્થિત કૃષિ યુનિ.નાં વૈજ્ઞાનિકો મુકેશ પટેલ અને વી.આઇ.પટેલે વ્યકત કરી હતી. બે દિવસ સુધી હજી માવઠાનો માહોલ જિલ્લામાં અકબંધ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.માવઠાના પરિણામે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. નાંદોદ તાલુકાના ત્રણ ગામોમાં અને રાજપીપળા ટાઉનના કાછીયાવાડ, ભાટવાડા અને કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ કરા પડયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો