તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંભેટા ગામમાં ~૧.૪૮ લાખના વાયરોની ચોરી કરનાર બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંભેટા ગામમાં ~૧.૪૮ લાખના વાયરોની ચોરી કરનાર બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
વાગરા તાલુકાના અંભેટા ગામે આવેલાં વીજ કંપનીના યા‌ર્ડ‌માંથી ~૧.૪૮ લાખની મત્તાના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી જનાર ટોળકીના બે સાગરિતોને અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે ઝડપી પાડયાં હતાં.
જેને પગલે દહેજ મરીન પોલીસે તેમનો ટ્રાન્સ્ફર વોરંટથી કબજો મેળવી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.અંભેટા ગામના વીજ કંપનીના યા‌ર્ડ‌માં દસ દિવસ પહેલાં તસ્કર ટોળકીએ યા‌ર્ડ‌માંથી હાઇટેન્શન લાઇનના એલ્યુમિનિયમનો કુલ ~૧.૪૮ લાખની મત્તાનો ૧પ૦૦ કિલો વાયર ચોરી કરી પલાયન થઇ ગયાં હતાં. જેના પગલે દહેજ સ્થિત સબ સ્ટેશન કોલોની ખાતે રહેતાં નરેશ ગામિતે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે કોમ્બિંગ નાઇટમાંરાજપીપળા રોડ ઉપર હિ‌ફાઝત નગર ખાતે આવેલાં ભંગારના ગોડાઉન પર બાતમીના આધારે દરોડો પાડી એલ્યુમિનિયમ વાયરોના જથ્થા સાથે અંક્લેશ્વર ખાતે જ રહેતાં જુમ્મનઅલી ખાન તેમજ સૈયદ ઇમામઅલીખાનને ઝડપી પાડયાં હતાં. પોલીસની તપાસમાં તેમણે અટાલી ગામે યા‌ર્ડ‌માંથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે દહેજની મરીન પોલીસને જાણ કરતાં મરીન પોલીસ મથકના પોસઇ એસ. બી . શર્મા એ ઝડપાયેલાં બન્ને તસ્કરોનો ટ્રાન્સ્ફર વોરંટથી કબજો મેળવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો