તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઠગાઇ કેસમાં પોલીસની ટીમ તપાસ માટે આંધ્રપ્રદેશ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ કેસમાં પોલીસની ટીમ તપાસ માટે આંધ્રપ્રદેશ જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર ફૈઝલ ટ્રેડ‌ર્સના નામથી દુકાન ખોલી લોકોને સસ્તા ભાવે ઘરવપરાશની ચીજવસ્તુઓની લાલચ આપી ફરાર થઇ ગયેલાં ચાર શખ્સોનો હજી કોઇ પત્તો લાગ્યો નથી. પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલાં દસ્તાવેજોમાં ચારે શખ્સોનું આંધ્રપ્રદેશ કનેક્શન બહાર આવતાં પોલીસની એક ટીમ આંધ્રપ્રદેશ તપાસ માટે જશે.
શહેરના જંબુસર બાયપાસ રોડ ઉપર ફૈઝલ ટ્રેડ‌ર્સના સંચાલકોએ બજાર કિંમત કરતાં ૪૦ ટકા ડીસ્કાઉન્ટથી ઘર વપરાશની ચીજવસ્તુઓ આપવા માટે ત્રણ અલગ અલગ સ્કીમો બહાર પાડી હતી. સસ્તા ભાવે ચીજવસ્તુઓ મેળવવા માટે ભરૂચ, ટંકારીયા, કંથારિયા તથા અન્ય ગામડાંઓના અનેક લોકોએ સ્કીમોમાં નાણાનું રોકાણ કર્યુ હતું. ગત સપ્તાહે ફૈઝલ ટ્રેડ‌ર્સના સંચાલકોએ તેમની દુકાન નહિ‌ ખોલતાં રોકાણકારોએ હોબાળો મચાવ્યો હતો. ઈલ્યાસ મુલતાનીએ બી ડિવિઝન પોલીસ મથકમાં શાહજહાં શેખ, ગંભી રથીનામ, તૈનય મારીમુથ્થુ અને રામનાથન થરૂપથી દેવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ~૨૧.૪૩ લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો