• Gujarati News
  • દોણ ગામે ચેકડેમ બિનઉપયોગી

દોણ ગામે ચેકડેમ બિનઉપયોગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢના દોણ ગામથી ખેખડા તરફ જતા રસ્તાની સાઈડ પર આવેલ જંગલ વિસ્તારમાં એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. આ ચેકડેમના પાયાના પથ્થરો ઉખડીને પડ્યા હોય આ ભંગાણમાંથી ડેમમાં એકત્ર થતા પાણી બહાર વહી રહ્યાં છે. વનવિભાગનામાંથી ડેમમાં એકત્ર થતા પાણી બહાર વહી રહ્યાં છે. વનવિભાગના ચેકડેમ સામાન્ય ખર્ચ સાથે સાથે રિપેર કરી દેતા જંગલમાં વસવાટ કરતાં પશુઓ તથા પક્ષીઓ માટે ઉપયોગી સાબિત થાય તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

સોનગઢના દોણ ગામથી ખેખડા તરફ જતા માર્ગ પર બંને તરફ ગાઢ જંગલો આવેલ છે. આ રસ્તો પ્રસિદ્ધ મંદિર ગૌમુખ મહાદેવ સુધી પણ જતો હોય આ રસ્તા પર પ્રવાસીઓની પણ બારેમાસ અવર જવર રહે છે. આ રસ્તા પર આવેલ ગાઢ જંગલમાં પશુ-પક્ષીઓ પણ નિવાસ કરે છે. એમને જંગલના માધ્યમમાં પીવાનું પાણી ઉપલબ્ધ થાય એ હેતુ સાથે વનવિભાગ દ્વારા ઘણાં વર્ષ પહેલા પહેલા કુદરતી ઝરણાના સ્થળ પર ચેકડેમ બનાવાયો હતો.

જોકે, ચેકડેમ બનાવ્યાને ઘણો સમય વિતી ગયો હોય હવે એ તૂટવા માંડયોછે. હાલમાં આ ડેમની એક સાઈડના પાયામાં ભંગાણ પડી ગયું હોય એ એકડેમમાં પાણી સંગ્રહ થવાને બદલે એ સીધુ નદી તરફ વહી જાય છે. આ ચેકડેમને સામાન્ય ખર્ચ સાથે રપિેર કરવામાં આવે તો પશુ પક્ષીઓને પીવાના પાણી બાબતે સવલત ઉપલબ્ધ થાય તેમ છે.

ક્યાં ક્યાં લાગશે કેમેરા?

કેમેરા પ્રોજેકટના આ બીજા ફેઝમાં અઠવા લાઇન્સ રોડ પર બાકી રહેલો ભાગ જેમાં ચોપાટી પાસે, પાલેgપોઇન્ટ પાસે, અઠવા ગેટ પાસે તથા ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સિવાય અન્ય જંકશન્સ પર કેમેરા લાગશે. ઉધના મગદલ્લા રોડ પર સોસિયો સર્કલ, ઉધના દરવાજા, ભટાર ચાર રસ્તા તથા સિટી લાઇટ પાસે કેમેરા ફિટ કરવામાં આવશે. ૫૦૦ જેટલા કેમેરા ફિટ થઈ જવાથી પોલીસ ગુનાખોરી ડામવા તથા ટ્રાફિક નિયંત્રણમાં વધુ અસરકાર કામગીરી કરી શકશે.

સોનગઢ તાલુકાના દોણ ગામની વતની કમલભાઈ એસ. ગામીત જણાવે છે કે આ ચેકડેમ રપિેર કરવા સાથોસાથ એમા પુરાણ થયેલી રેતી પણ દૂર કરવી આવશ્યક છે. આ સ્થળ સંુદર રીતે વિકસાવવાથી પ્રવાસીઓ પણ અહીં વાતાવરણની સુંદરતાનો લાભ લઈ શકે તેમ છે.