• Gujarati News
  • સરહદી કચ્છમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો ઉત્સાહ પરાકાષ્ટાએ

સરહદી કચ્છમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો ઉત્સાહ પરાકાષ્ટાએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરહદી જિલ્લાનું વડું મથક ભુજ જાણે રાજ્યનું પાટનગર હોય તેવા માહોલ વચ્ચે દેશના ૬૭મા સ્વાતંત્રય પર્વનો ઉત્સાહ ૧૪મી ઓગસ્ટે જ છલકાઇ ઉઠયો હતો.

૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણી પૂર્વેના આખરી સ્વતંત્રતા પર્વમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્રિરંગાને સલામી આપ્યા પછી શું ઉદ્દબોધન કરશે એના પર આખા દેશની મીટ મંડાઇ છે. લાલન કોલેજના મેદાનમાં સવારે ધ્વજવંદન કર્યા પછી મુખ્યમંત્રી સરહદી વિસ્તારમાં ધર્મશાળા ચોકી ખાતે પાણીની પાઇપલાઇનનું લોકાર્પણ કરી જવાનોને મળશે.

એક તો રાજ્યસ્તરનો કાર્યક્રમ ભુજમાં ગોઠવાયો, તેમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીયસ્તરે ઉમટેલા મોદીની બે દિવસની હાજરીને કારણે કચ્છમાં ભારે ઉત્તેજના પ્રવતીg રહી છે. શહેરમાં હમીરસર તટે અને તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં રોશનીના ઝગમગાટે લોકોના ઉત્સાહને બેવડાવી નાખ્યો છે.

બીજીતરફ સીમાવર્તી જિલ્લાના તમામ શહેરો અને ગામડાંમાં પણ આઝાદીનું પર્વ ઉજવવા ભારે થનગનાટ વર્તાઇ રહ્યો છે. વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને શાળાઓમાં ૧૫મીના સવારે ગાૈરવભેર સલામી અપાશે. એ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત હરીફાઇ વગેરે યોજાશે.