• Gujarati News
  • ગણદેવીમાં વીજપોલ સાથે ટ્રક ભટકાતા વીજડૂલ

ગણદેવીમાં વીજપોલ સાથે ટ્રક ભટકાતા વીજડૂલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીમાં મુખ્ય માર્ગ અને નગરના આંતરિક રસ્તાઓ સજજ કરાયા છે. કેટલાક આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોંક્રિટના બનાવાયા છે. કેટલાક પેવર બ્લોકના બનાવાયા છે.પરંતુ સતત પડી રહેલા એકસરખા વરસાદને કારણે નગરના સિમેન્ટ કોંક્રિટના રસ્તાઓ પર ચીકાશવાળી લીલ બાઝી જવા પામી હોવાથી રસ્તાઓ સ્લીપી થઈ ગયા છે.
ગણદેવી પીપલ્સ બેંકથી બસ સ્ટેન્ડ થઈ વણકરવાડ, ખાટકીવાડ થઈ ગાયત્રીમાતાના મંદિર થઈ સિવિલ કોર્ટ સુધીનો રસ્તો સજજ કરાયો, સિમેન્ટ કોંક્રિટનો બનાવાયો પરંતુ આ માર્ગ સ્લીપરી થઈ ગયો છે. નગરના આ મુખ્ય માર્ગ પર જયાં જયાં વળાકો આવેલા છે ત્યાં ત્યાં રોજ કાર, સાઈકલ, બાઈકવાળ િદ્વચક્રી વાહનચાલકો અવારનવાર પડવાના બનાવો રોજિંદા બની ગયા હોવાનું સામાજિક કાર્યકર અતુલ શાહે અત્રે જણાવ્યું હતું. અતિ ધીમી ગતિએ હોવા છતાં સ્લીપ મારે યા ફરી ગયાના બનાવો બની રહ્યા છે.
દરમિયાન સોમવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં એક ટ્રક આજ માર્ગ પર આવેલા ઉદય ટેલર સામે ઘંટીવાળાની સામે આવેલ વીજપોલ સામે વળાંકમાં સ્લીપ મારી જતા વીજપોલ સાથે અથડાઈ હતી. આ માર્ગ પરના આઠ જેટલા જીવંત વીજવાયરો એકાએક એકીસાથે તૂટી પડી વણકરવાડ, ખાટકીવાડ નાકે જમીન પર પડ્યા હતા. સદ્નસીબે આ જીવતા વાયરો કોઈ માણસ કે પ્રાણીના શરીર પર ન પડ્યા અને એને કારણે ટેલફિોન એકસચેંજ પાસે આવેલી ડીપીમાં મોટો ધડાકો થયો હતો અને ઉડી જતા વીજપ્રવાહ રહિત વાયરો થઈ ગયા હતા. જોકે ત્યારબાદ પણ આ વાયરો લાંબો સમય સુધી રસ્તા પર પડી રહ્યા હતા.
વાહનો એના પરથી પસાર થઈ ગયા હતા. જોકે વીજ કંપનીની ગણદેવી ઓફિસના લાઈનમેનો ઈમરજન્સી સર્વિસ વાન સાથે આવ્યા હતા. નગરના વણકરવાડ, તાંક ફિળયું, કંસારવાડ, પોસ્ટઓફિસ વિસ્તાર, હિઁગળાજ મહોલ્લો, વિôલ મહોલ્લો, કુંભારવાડ સહિતના વિસ્તારો સતત ત્રણ કલાક સુધી વીજળી વગર મુશ્કેલીમાં મુકાઈ
ગયા હતા.
રસ્તા પર ડામર પાથરવો જ પડશે
નગરપાલિકાના આ વિસ્તારના કાઉિન્સલર અને ટીપી સમિતિના ચેરમેન કલ્પેશ કંસારાએ પ્રત્યાઘાત આપતા ઘટનાસ્થળે જણાવ્યું હતું કે સિમેન્ટ કોંક્રિટના આ મુખ્ય માર્ગ પર ડામરના રસ્તાનું પડ પાથરવું જ પડશે તો જ આ પ્રશ્નનો કાયમી નિકાલ થશે.