સેલવાસ પોલીસ સ્ટેશન નજીક આવેલી મોબાઇલ શોપમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ દુકાનોના પતરાં તોડી અંંદરથી રપિેર માટે આવેલા મોબાઇલ તથા અન્ય સામાન મળી ~ ૬૦ હજારની ચોરી કરી ગયા હતા. સેલવાસ પોલીસની નાક નીચેથી તસ્કરો સતત પાંચમી વખત ચોરી કરી ગયા હતા.
સેલવાસ પોલીસ સ્ટેશન નજીક આવેલી નંદીની ઇલેકિટ્રકસ દુકાનના પતરાં તોડીને શુક્રવારે રાત્રે તસ્કરો અંંદર પ્રવેશી ગયા હતા. તસ્કરોએ દુકાનમાં મૂકેલા કમ્પ્યૂટર એસેસિરીઝ તથા રિપેરમાં આવેલા મોબાઇલ ફોનની ચોરી કરી ગયા હતા. શનિવારે રાબેતા મુજબ દુકાનના માલિક શત્રુઘ્ન ગોસ્વામીએ દુકાન ખોલતા ચોરી થયાનું જણાયું હતું.
માલિક શત્રુઘ્ન ગોસ્વામીના જણાવ્યા મુજબ કેટલાક વર્ષથી અહીં આવેલી મોબાઇલ અને ઈલેકટ્રોનિકસની દુકાનમાં છાશવારે ચોરી થતી રહેતી હોય છે. શુક્રવારે રાત્રે રાબેતા મુજબ તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. રાત્રિના સમયમાં ચોરોએ કસબ અજમાવી ગયા હતા. બે માસ અગાઉ પણ પડોશમાં આવેલી સાઇ મોબાઇલ શોપમાંથી તસ્કરો ચોરી કરી ગયા હતા.
સેલવાસ પોલીસ સ્ટેશન નજીક મોબાઇલ અને અન્ય શોપ ધારકોએ જણાવ્યું હતું કે, અહીં અગાઉ પણ અનેક વખત ચોરી થઇ ચૂકી છે. જોકે નંદીની શોપના માલિકે નવા અને વધારે િંકમતના મોબાઇલ પોતાના ઘરે લઇ ગયો હોવાથી મોટું નુકસાન થતું બચી ગયું હતું. સેલવાસ પોલીસ સ્ટેશન નજીક જ તસ્કરોએ પાંચમી વખત દુકાનને નિશાન બનાવીને ચોરી કરી હતી.
સેલવાસ પોલીસ માટે શરમજનક વાત
નંદીની ઇલેકિટ્રકના માલિક શત્રુઘ્ન ગોસ્વામીના જણાવ્યા મુજબ દાનહ પોલીસ માટે તેથી વધુ શરમજનક વાત કઇ હોય શકે કે, પોલીસ સ્ટેશન નજીકથી જ ચોરીઓ થતી અટકાવી શકાતી નથી. પોલીસ પેટ્રોલિંગ માટે વાહનો દોડાવી લાખો રૂપિયાનો ધૂમાડો કરતી હોય છે તેનો કોઇ અર્થ રહેતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.