વાપી કોળીવાડ સ્થિત ભગત ફળિયામાં શુક્રવારે રાત્રે તસ્કરોએ કોઇક સાધનથી ઘરના પાછળના દરવાજો ખોલી અંદર પ્રવેશી ગયા હતા. કબાટમાં મુકેલા આઠ તોલાના દાગીના ચોરી કરી તસ્કરો રાતના અંધારામાં પોબારા થયા હતા. શનિવારે મળસ્કે જ્યારે ઘરનો દરવાજો ખુલ્લો જણાતા તપાસ કરતા ચોરી થયાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાપી ટાઉન અને ઉદ્યોગ નગર વિસ્તારમાં ઘર ફોડ અને વાહન ચોરીના બનાવ અટકવાના નામ લેતા નથી. પ્રતિ દિન સવારે વાપીના કોઇક વિસ્તારમાં ચોરી થયાની બૂમરાણ મચી હોય છે. રાત્રીની ઘર ફોડ ચોરી વધતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉપસ્થિત થઇ રહ્યા છે.
વાપી કોળીવાડ સ્થિત ભગત ફળિયામાં રહેતા દીપક રામુ પટેલ સેલવાસ માર્ગ ઉપર આવેલા જલારામ કોમ્પ્લેકસમાં સાઇન બોર્ડ બનાવવાનું કામ કરે છે. શુક્રવારે રાત્રે રાબેતા મુજબ તેઓ જમી પરવારીને સુઇ ગયા હતા. રાત્રીના સુમારે તસ્કરોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા દરવાજાને કોઇક સાધનથી ખોલી અંદર પ્રવેશી ગયા હતા. લોખંડના કબાટમાં મુકેલા આઠ તોલા સોનાના દાગીના (~૧.૦૮ લાખ)ની ચોરી કરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.