• Gujarati News
  • મહેમદાવાદની કિશોરીને વિધર્મી યુવક ભગાડી ગયો

મહેમદાવાદની કિશોરીને વિધર્મી યુવક ભગાડી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
મહેમદાવાદ રેલવે કોલોનીમાં રહેતો એક વિધર્મી યુવક આજ વિસ્તારમાં રહેતી એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, મહેમદાવાદ રેલવે કોલોનીમાં ઇમરાન મોહંમદભાઇ મલેક રહેતા હતા. ઇમરાનને આ કોલોનીમાં રહેતી એક હિન્દુ કિશોરી સાથે આંખો મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન ૧ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકે ઇમરાને આ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી જારકર્મ કરવાના ઇરાદે તેણીના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ બનાવની જાણ કિશોરીનાં માતા-પિતાને થતાં તેઓએ પોતાની દીકરીની શોધખોળ હાથ ધરી હતી. તેણીનો કોઇ જ પત્તો લાગ્ય નોહતો. આ સંદર્ભે કિશોરીની માતાએ મહેમદાવાદ પોલીસ મથકે ઇમરાન મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સીપીઆઇ આર.જી.દેસાઇ ચલાવી રહ્યા છે.
મોગરીની યુવતીને લીમડીનો યુવક ભગાડી ગયો
આણંદ ા મોગરીમાં રહેતી એક કિશોરીને ઝાલોદના લીમડીનો વતની અને હાલમાં આણંદમાં રહેતો હિતેશ છગન પરમાર લગ્ન કરવાની લાલચ આપી પોતાના મિત્ર બાજવાના મહેશભાઇ બચુભાઇ મકવાણાની મદદથી ભગાડી ગયો હતો. આ અંગે યુવતીના વાલીની ફરિયાદ આધારે પોલીસે બે જણની સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.