• Gujarati News
  • ±ાીએ પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી

±ાીએ પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સ્ત્રીએ પુરુષસમોવડી બનવા માટે કશું કરવાની જરૂર જ નથી. આપણે આપણી ડિક્ષનરીમાંથી આ પ્રકારનો શબ્દ જ કાઢી નાંખવો જોઇએ, કારણ કે સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. સ્ત્રી નથી પુરુષ બની શકવાની અને પુરુષ નથી સ્ત્રી બની શકવાનો. સ્ત્રી એ પુરુષ સોમવડી થવા શું કરવું જોઇએ ? એ વિષય પર ‘ગ્રીન કલબ’માં યોજાયેલા એક વર્કશોપમાં મહિમા દેસાઇએ આ વાત કરી હતી.
એમણે વધુમાં કહ્યું કે ‘સ્ત્રી એક ઓવરબ્રીજ છે, એક એવો ઓવરબ્રીજ જે ઘરના બધા સભ્યોને એકબીજા સાથે કનેકટેડ રાખે છે અને એટલે જ ઘર એક તાંતણે જોડાયેલું રહે છે. સ્ત્રીએ કરવાનાં કામો જુદા છે અને પુરુષે કરવાનાં કામો જુદા છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવાની કોશિશ કરવાને બદલે સ્ત્રી જ બની રહેવાની કોશિશ કરવી જોઇએ. આપણે ત્યાં સ્ત્રીઓ પુરુષ જેવા કામો કરવા પાછળ ઘણો સમય વેડફી નાંખે છે, પણ એણે સ્ત્રી જ બનીને રહેવું જોઇએ.

પુરુષસમોવડી બનવું એ સ્ત્રીની જીંદગીનો ધ્યેય જ નથી અને એ કોઇ અચિવમેન્ટ પણ નથી. ઇશ્ર્વરે સ્ત્રી અને પુરુષનું સર્જન કરીને દરેકને પોતાનો એક અલાયદો કમ્પાર્ટમેન્ટ આપ્યો છે, આપણે એ જ કમ્પાર્ટમેન્ટમાં રહીને બેસ્ટ કામ કરવાનું છે. આ માટે હવેના સમયમાં સ્ત્રીએ પુરુષ સમોવડી નહિઁ પણ સ્ત્રી જ બનીને રહેવાની કોશિશ કરવી જોઇએ. બેઉના કાર્યક્ષેત્ર જુદા છે
બિઝનેસમાં જેમ આપણે જુદા જુદા વર્કલોડના કમ્પાર્ટમેન્ટ્સ નક્કી કર્યા હોય છે એમ જ ઘરમાં પણ અમુક કામો નક્કી હોય છે, જે સ્ત્રીએ કરવાનાં હોય છે અને કેટલાક પુરુષે કરવાનાં હોય છે. સ્ત્રીએ પુરુષસમોવડી બનવા માટે કોશિશ કરવાની જરૂર જ નથી, એણે સ્ત્રી જ બનીને રહેવાનું છે.