• Gujarati News
  • વિકલ્પ સ્વીકારેલા શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણવી જોઇએ

વિકલ્પ સ્વીકારેલા શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણવી જોઇએ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા વર્ષે ધો. ૧થી ૫માં ફરજ બજાવતા અને અપર પ્રાઇમરીની લાયકાત ધરાવતા શિક્ષકોને વિકલ્પની એક તક આપી તેમને ઉચ્ચત્તરમાં સમાવાયા હતા. જે-તે વખત એવી મૌખિક સૂચના હતી કે, વિકલ્પથી તેમની સિનિયોરિટીને કોઇ અસર નહીં થાય, એટલે ઘણા શિક્ષકોએ વિકલ્પ સ્વીકાર્યો હતો અને તેમાંથી કેટલાકે તો ગત વર્ષે યોજાયેલા બદલી કેમ્પનો પણ લાભ મેળવ્યો હતો.
હાલમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બદલી કેમ્પોમાં ઉપરથી એવી માર્ગદર્શક સૂચના અપાઇ છે કે, વિકલ્પ લીધેલા શિક્ષકોની સિનિયોરિટી વિકલ્પ લીધા બાદની ગણાશે. જે-તે સ્થળે ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ જ તેઓ બદલીના હક્કદાર ગણાશે. આ નિર્ણયથી આવા શિક્ષકોને અન્યાય થયો છે. ઘણાને તો ૧૦થી ૧૨ વર્ષની સિનિયોરિટી છે, ત્યારે તેમની સિનિયોરિટી એક વર્ષની થઇ જાય અને તેમની બદલીની આશા પર પાણી ફરી વળે છે. જિલ્લા ફેરવાળાઓને તો બીજા ૧૦ વર્ષ આ જિલ્લામાં રહેવું પડે, ત્યારે આવા શિક્ષકોને અન્યાય ન થાય અને તેમની સળંગ સિનિયોરિટી ગણી તેમને બદલીની તક આપવામાં આવે તેવી માંગ રાજ્ય સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાએ ઉચ્ચકક્ષાએ કરી છે.
ઉ.પ્રા. હિતરક્ષક સમિતિએ પણ કર્યો વિરોધ
ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્ર®નોને લઇને ભુજમાં અગત્યની મીટિંગ મળી હતી, જેમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ વિકલ્પ લીધેલો હોય તેવા ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષકોની મૂળ સિનિયોરિટી જાળવવી જોઇએ. ધો. ૬થી ૮ની ખાલી જગ્યાઓને સરભર ન કરવી, જૂન-૨૦૧૩માં ધો. ૮ના અમલવારી શાળાઓની વિષયવાર ખાલી જગ્યાઓ બદલી કેમ્પમાં બતાવવી તેમજ કેમ્પ અને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગની નવી સીધી ભરતી પહેલાં વિકલ્પ કેમ્પ ન કરવા સબબ પ્ર®નોની ચર્ચા થઇ હતી. જિ. પ્રા. શિ. સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, ભુજ તા.પ્રા. શિ. સંઘના મંત્રી રશ્મીભાઇ ઠક્કર, પૂર્વ જિ. પ્રા. શિ. સંઘના પ્રમુખ રશ્મીભાઇ પંડયા, ધર્મેશ જોષી, નિલેશ ગોર વગેરે હાજર રહ્યા હતા. સમિતિના કન્વીનર નિલેશ મોદીને જિ.પ્રા.શિ. સંઘના હોદ્દેદારોએ ન્યાય અપાવવાની ખાતરી આપી છે તેમજ આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની હૈયાધારણ આપી છે.