તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુન્દ્રા માંડવીના ખેડૂતોના વીજપ્ર®નો સવેળા હલ થશે

મુન્દ્રા-માંડવીના ખેડૂતોના વીજપ્ર®નો સવેળા હલ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી અને મુન્દ્રામાં ધારાસભ્ય દ્વારા યોજાયેલા લોક દરબારમાં વિવિધ પ્ર®નોની ગ્રામ્યજનોએ રજૂઆત કરતાં કેટલાક પ્ર®નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય તારાચંદ છેડાએ મુન્દ્રા અને માંડવી ખાતે પોતાના લોકસંપર્ક કાયૉલય ઉપર ગ્રામ્યજનોના પ્ર®નો શાંતિથી સાંભળ્યા હતા, જેમાં ખાસ કરીને ગામમાં તલાટીઓની ખાલી જગ્યા હોવાથી અરજદારોના સામાન્ય કામો અટકી ગયાં છે. ઉપરાંત, ખેતીવાડી કામ માટે વીજ જોડાણ મેળવવા માટે કોલ ભરાઇ ગયેલા હોવા છતાં જોડાણ મળેલાં નથી, ઓછા વોલ્ટેજને કારણે અને તેમાં વધઘટ થવાને લીધે ઇલેકટ્રીક ઉપકરણોને નુકસાન થયું હોવાના અને પીવાના પાણીની સમસ્યા અને રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલી હાઇસ્કૂલો ચાલુ સત્રમાં શરૂ કરવા, સહિતના પ્ર®નો રજૂ કરાયા હતા.
છેડાએ મુન્દ્રા અને માંડવીમાં રજૂ કરાયેલા પ્ર®નો બાબત તાકીદે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને વીજ જોડાણ ખેડૂતોને આપવા રજૂઆત કરતાં તેમણે તાકીદે આ પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપી હતી અને નવો બોર તાકીદે શરૂ કરવા સંબંધીતો સાથે ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે આ કાર્યવાહી પૂરી કરવા જણાવ્યું હતું.
સથવારા સમાજ દ્વારા સ્મશાનગૃહમાં બાઉન્ડરી બનાવવાની રજૂઆત કરાતાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. બે લાખ તુરંત મંજૂર કર્યા હતા.