• Gujarati News
  • ઊંડાચમાં કરંટ લાગતા ભેંસનું મોત

ઊંડાચમાં કરંટ લાગતા ભેંસનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંડાચ વાણિયા ફિળયામાં ઈલેકટ્રીક લાઈનનો જીવંત વાયર તૂટી પડ્યો હતો. આ વાયરને ચરવા ગયેલી ભેંસ અડી જતા કરંટ લાગતા ભેંસનું સ્થળ પર જ મોત થયું હતું. ગણદેવી તાલુકાના ઊંડાચ વાણિયા ફિળયામાં રહેતા દિવ્યેશ છોટુભાઈ પટેલે બીલીમોરા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ભેંસ ગામની સીમમાં ચરવા લઈ ગયો હતો. સીમમાંથી પસાર થતી ઈલેકટ્રીક લાઈનનો તાર અચાનક તૂટી પડતા રોડની બાજુમાં પડેલ આ તારમાં વીજ પ્રવાહ ચાલુ હોય, આ જીવંત તારને ભેંસ અડી જતા કરંટ લાગતા ભેંસ (જેની કિંમત રૂ.૪૫ હજાર)નું સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવની તપાસ હે.કો. રવિન્દ્ર બાબુરાવ કરી રહ્યા છે.