તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી શહેરના દરગાહ રોડ ઉપર મોબાઈલ શોપમાં રાત્રિના સમયે ચોરી

નવસારી શહેરના દરગાહ રોડ ઉપર મોબાઈલ શોપમાં રાત્રિના સમયે ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના દરગાહરોડ વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં ગત રાત્રે શટર ઉંચું કરી તસ્કરોએ ઘૂસી ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધનીય ફરિયાદ મુજબ નવસારીના નીલમ એપાર્ટમેન્ટમાં રહેતા ગોવિંદ જોતુમલ વાઘવાણી શહેરના દરગાહરોડ ઉપર મુસ્લિમ હોલની સામે ઉન્નતિ મોબાઈલ નામે દુકાન ચલાવે છે. દુકાનમાં મોબાઈલ વેચાણ, રીપેર વગેરેની કામગીરી કરવામાં આવે છે. ગઈકાલે શનિવારના રોજ ગોવિંદભાઈએ મોડીસાંજે પોતાની ઉન્નતિ મોબાઈલ દુકાન બંધ કરી હતી. આજે રવિવારે સવારે પોણા સાત વાગ્યે તેમના કાકા હરપાલદાસ વાઘવાણીએ ગોવિંદભાઈને જણાવ્યું હતું કે, તેમની મોબાઈલની દુકાનનું શટર ઉંચકાયેલું છે. તુરંત ગોવિંદભાઈ પોતાની દુકાન જોવા ગયા હતા અને ત્યાં જોયું તો વચ્ચેના ભાગથી દુકાનનું શટર ઉંચકાયું હતું. ત્યારબાદ દુકાનની તલાશી લેતા તેમાં તસ્કરો પ્રવેશી જઈ ચોરી કર્યાનું જણાયું હતું. દુકાનમાં કાઉન્ટર ઉપર મોબાઈલના બે બોકસ ફાટેલી હાલતમાં હતા. ડ્રોઅરમાં પણ એક બોકસ ખાલી હતું.
દુકાનમાંથી સેમસંગ કંપનીના મેમરીકાર્ડ નંગ ૧૦ ન હતા. રપિેરિંગ માટે આવેલ એક મોબાઈલ પણ ન હતો. માઈક્રોમેકસનો નવો મોબાઈલ પણ ન હતો. આ ઉપરાંત ગલ્લામાં મુકેલા ૧ હજાર રૂપિયા રોકડા તથા ૨૦૦ રૂપિયાનું પરચુરણ પણ ન હતું. આ તમામ રોકડ તથા ચીજવસ્તુ દુકાનમાંથી ચોરી થયાની નવસારી ટાઉન પોલીસ મથકમાં આજે રવિવારે ગોવિંદ વાઘવાણીએ ફરિયાદ નોંધાવી હતી.