તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દુકાનદાર પાસેથી છેતરપિંડીથી ટીવી લઈ ગયાની ફરિયાદ

દુકાનદાર પાસેથી છેતરપિંડીથી ટીવી લઈ ગયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીના સમરોલી સુથારવાડ, દેવદર્શન સોસાયટીમાં રહેતા અને ટીવી, ફ્રીઝ જેવી ઈલેકટ્રોનિકસની વસ્તુઓની દુકાન ધરાવતા ભુપેન્દ્રભાઈ ભીખુભાઈ મહેતાએ બીલીમોરા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૪/૭/૧૩ના રોજ સવારે ૧૧.૧૫ કલાકે મારી દુકાનમાં અજાણ્યો માણસ આવી ટીવી તથા ફ્રીઝના ભાવ કરી વિશ્વાસ કેળવી પોતે બીલીમોરા જલારામ ખમણ પાછળ દલીચંદનગરમાં રહે છે જેનું નામ મુકેશ પરમાનંદ દેસાઈ જણાવ્યું હતું.
તેણે મોબાઈલ ઉપર ભુપેન્દ્રભાઈને ફોન કરી જણાવ્યું કે સેમસંગનું એલઈડી ટીવી પોતાના સરનામે દલીચંદનગરમાં મોકલી આપો અને ડિલીવરી આપવા આવો ત્યારે ચેક આપી દેવાનું જણાવ્યું હતું. દુકાનદારે ટીવી ભરોસો રાખી વિશ્વાસથી મોકલી આપ્યું હતું. ભુપેન્દ્ર મહેતાએ ડિલિવરી આપવા ગયેલ માણસને ચેક લઈ આવવા જણાવ્યું હતું. મુકેશ દેસાઈએ એચડીએફસી બેંકનો રૂ.૨૬,૫૦૦નો ચેક ટીવી આપવા આવેલ વ્યક્તિને આપી દીધો હતો. ભુપેન્દ્રભાઈ બેંકમાં ચેક વટાવવા જતા આ ખાતુ બંધ હોવાનું જાણતા તેઓ મુકેશ દેસાઈના બતાવેલ સરનામે ગયા હતા પણ ત્યાં કોઈ હતું નહીં. ટીવી લઈને વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂ.૨૬,૫૦૦નું ટીવી લઈ જઈ ખોટું સરનામુ બતાવી ભાગી જવાની ફરિયાદ આપી છે. બીલીમોરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.