તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાલાવડના ભગેડી નજીક બે બાઇક અથડાતાં ત્રણને ઇજા

કાલાવડના ભગેડી નજીક બે બાઇક અથડાતાં ત્રણને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડ તાલુકાના ભગેડી ગામ નજીક બે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યકિતને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે.
જ્યારે જોડીયાના બાલંભા નજીક મીણાધાર પાસે બે બાઇકની ટકકરમાં ચાર ઘવાયાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવાઇ છે. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી િવગત મુજબ કાલાવડ તાલુકાના ભગેડી ગામ નજીક રવિવારે બપોરના સુમારે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યકિતને નાની મોટી ઇજા પહોચ્યાનો બનાવ બહાર આવ્યો છે.આ અકસ્માતમાં મહેશ લવજી વાધેલા ઉ.વ.૧૮ (રે. લક્ષ્મીપુર), મનસુખભાઇ રણછોડભાઇ ઉ.વ.૪૨ અને દક્ષાબેન મનસુખભાઇ ઉ.વ.૩૭ (રે. બન્ને ભગેડી)ને ઇજા પહોચતા હોસ્પીટલ ખસેડાયા હોવાનું બહાર આવ્યુ છે.જોડીયા તાલુકાના તારાણાધારમાં રહેતા જયપાલસિંહ મેરૂભા જાડેજા મોટરસાઇકલ પર પાછળ રાજેન્દ્રસિંહને બેસાડીને બાલંભા નજીક મીણાધાર પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે હીરો હોન્ડાના ચાલકે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં જયપાલસિંહ, રાજેન્દ્રસિંહ ઉપરાંત બાઇક ચાલક અને પાછળ બેઠેલા સહિત ચારને ઇજા પહોચ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે જયપાલસિંહની ફરીયાદના આધારે પોલીસે હોન્ડા ચાલક હિતશભાઇ બચુભાઇ સામે અકસ્માત સબબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.