• Gujarati News
  • હૃદયરોગના દર્દી માટે એબ્સોર્બ સ્ટેન્ટસ શ્રેષ્ઠ

હૃદયરોગના દર્દી માટે એબ્સોર્બ સ્ટેન્ટસ શ્રેષ્ઠ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે મેડિકલ અને સર્જરી ક્ષેત્રે ઘણી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. હાલમાં જ હૃદયરોગના દર્દી માટે એબ્સોર્બ સ્ટેન્ટ્સ શોધાયો છે, જે તેઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. આ સ્ટેન્ટ્સ દર્દીના હૃદયમાં થોડા સમય બાદ ઓગળી જાય છે અને શરીરમાં તેનું નશિાન રહેતું નથી. તાજેતરમાં યુુરોપિયન કોન્ફરન્સમાં રજુ કરાયેલા એક રસપ્રદ અભ્યાસ અનુસાર મેટાલિક સ્ટેન્ટ્સ કરતાં બાયો એબ્સોબેgબલ સ્ટેન્ટ્સ લગાવનારા દર્દીઓએ વધુ રાહત અનુભવી હતી. તેઓએ
છાતીમાં દુખાવાની ફરિયાદ પણ અનુભવી ન હતી. મુંબઈની એક હોસ્પિટલના ડા‹. ગણેશકુમારે આ અંગે જણાવ્યું કે બાયો એબ્સોબેgબલ સ્ટેન્ટ્સમાં વધુ રાહત દર્દીને એટલા માટે અનુભવાય છે કે તેમાં પરમેનન્ટ સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ ન હોવાથી હાર્ટ વેસલ ફ્રી રહે છે અને શારીરિક ક્રિયાઓ દરમિયાન હૃદયને રકતનો પુરવઠો જરૂરિયાત મુજબ મળી રહે છે.