તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દારૂ ભરેલી વાન મૂકી બુટલેગર છુ

દારૂ ભરેલી વાન મૂકી બુટલેગર છુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામની સીમમાં રાત્રી દરમિયાન એસટી બસ આગળ ઊભેલી ટ્રક પાછળ અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેથી બસનું ટોચન કરવાનું કામ મળસ્કે થઇ રહયું હતું, આ દરમિયાન એક બુટલેગર મારૂતીવાનમાં દારૂનો જથ્થો ખેપ મારવા જતો હતો. પરંતુ પોલીસ ઘટના સ્થળે હાજર હોય અન્ય વાહનોની લાઇનમાં જોતા જ બુટલેગર પોલીસનાં હાથમાં ઝડપાઇ જવાનાં ડરે દારૂ ભરેલી વાન છોડી શેરડીનાં ખેતરમાં ભાગી છુટયો હતો. પોલીસે અંદર તપાસ કરતાં ૭૧ હજારનો વગરપાસ પરમીટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે મુદ્ામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ અને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામે શનિવારની રાત્રે હાઇવેના એલજી પંપની સામે સુરત ડેપોની એક એસટી બસના ચાલકે રસ્તાની સાઇડ પર ઊભી રાખેલી એક ટ્રકની પાછળ ધડાકા સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ એસટી બસને ટોચન કરવા મળસ્કે ૩:૦૦ વાગ્યે કામગીરી ચાલી રહી હતી.
વાલોડ પોલીસ પણ ટ્રાફિકને હળવુ કરવાની કામગીરી કરી રહી હતી. આ સમય દરમિયાન એક મારૂતીવાન નંબર એમએચ ૦૨ ડબ્લ્યુએ ૩૯૫૪માં અજાણ્યો બુટલેગર વગર પાસ પરમીટનો દમણ બનાવટનો ઇગ્લીંસ દારૂનો જથ્થો ભરી ખેપ મારવા જઇ રહ્યો હતો. પરંતુ પોલીસને જોતાં જ પકડાય જવાનો ડર અનુભવતા પોલીસ નજીક આવતી જોઇ વાન બીનવારસી હાલતમાં છોડી બાજુનાં શેરડીનાં ખેતરમાં ભાગી છુટયો હતો.
પોલીસ બિનવારસી મારૂતીવાનમાં ચકાસણી કરતાં અદંરથી વિવિધ ઇંગ્લીસ દારૂની ૧૩૬૬ બોટલ મળી આવી હતી.જેની અંદાજીત કિંમત રૂપિયા ૭૧ હજાર જેટલી થાઇ છે.જયાંરે વાનની કિંમત પ લાખ મળી કુલ્લે ૫.૭૧ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કારનાં નંબર આધારે રજિસ્ટ્રેશનની તપાસ કરી દારૂનાં ગુનામાં કોની સંંડોવણી છે, તે બહાર આવશે.
બગાસુ ખાતા પતાસુ મળ્યાં જેવો ઘાટ
બાજીપુરા ગામે પોલીસને રાત્રી દરમિયાન ઇંગ્લીસ દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને પણ બગાસા ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ બન્યો હતો. એકસીડન્ટ વાળી ઘટના સ્થળે ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસને જોઇ બુટલેગર પકડાય જવાના ડરથી દારૂ ભરેલી ગાડી મુકી ભાગી છૂટÛો હતો. ઘટના સ્થળે હાજર એસટી કર્મીઓના જણાવ્યા મુજબ દારૂ ભરેલી વાનમાંથી પોલીસ કર્મીઓએ અમૂક દારૂઓની પેટીઓ સંતાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.