તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાજીપુરા પાસે બસ અકસ્માતમાં ૧૨ને ઇજા

બાજીપુરા પાસે બસ અકસ્માતમાં ૧૨ને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત-ધુલીયા નેશનલ હાઇવે નં.૬ પર વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમા ગત શનિવારના રાત્રે નવાપુરથી સુરત જઇ રહેલી એક બસ સાથે અજીણ્યા વાહનની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. બસનો આગળનો ભાગ કચ્ચરધાણ વળી જતા બસ ચાલક સહિત ૧૨થી વઘુ મુસાફરોને વધતી ઓછી ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે બારડોલી રેફરલ હોસ્પીટલમા ખસેડાયા હતા. બનાવની જાણ વાલોડ પોલીસને થતા ઘટના સ્થળે જઇ આગળ ટ્રાફિક દૂર કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે થોડો સમય ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ ઘટનાસ્થળે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.
બનાવ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત વગિત મુજબ સુરત સીટી ડેપોની બસ (નં. જીજે- ૧૮ -વાય -૭૩૫૦)નો ચાલક સુરેશ પાટીલ અને કંડકટર મહેન્દ્રભાઇ બસ લઇને નવાપુર તરફથી સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે સુરત-ધુલીયા નેશનલ હાઇવે નં.૬ પર રાત્રે ૯ કલાકે પસાર થતી વેળા એ અચાનક કોઇ અજાણ્યા વાહન ટક્કર મારી હતી, જેના પગલે બસનો આગળના ભાગ કચ્ચરઘાણી વળી ગયો હતો. આ અકસ્માતમાં બસનો ચાલક સુરેશભાઇ પાટીલ (રહે. સુરત) ફસાઇ જવાની સાથે બસમા બેેઠેલા ૧૨ વ્યક્તિઓને વધતી ઓછી ઇજા થઈ હતી.
ભારે ચીસાચીસ અને શોર બકોર ફેલાયો હતો. જેના પગલે દોડી આવેલા વાહનચાલકો પૈકી ૧૦૮ સેવાને ફોન લગાવી બસમા કેબીનમા ફસાયેલા ચાલકને બહાર કાઢી અને ૧૨ જેટલા વ્યક્તિઓને બારડોલી રેફરલમા રીફર કરાયા હતા. બસનો અકસ્માત સાંભળી બાજીપુરાના રહીશો ઘટના સ્થળે દોડી આવી અન્ય ઇજાગ્રસ્તોને સહીસલામત ઘરે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે વાલોડ પોસઇને જાણ થતા ઘટના સ્થળે આવી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે થોડો સમય ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ ઘટનાસ્થળે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.