તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાંજે ઘરમાં પ્રવેશતા જ વાઈફને સ્માઈલ આપો

સાંજે ઘરમાં પ્રવેશતા જ વાઈફને સ્માઈલ આપો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રોજ ચોક્કસ સમય હોય છે ત્યારે તમારામાં એનર્જી લેવલ વધે છે. સાંજના સમયે જો તમે તમારા માતા પાસે રહેશો તો પોઝિટિવ એનર્જી વધશે. આખા વિશ્વમાં બે જ પોઝિટિવ એનર્જી સોર્સ છે, જેમાં મનુષ્યમાં મા અને પ્રાણીઓમાં ગાય,’ એમ ‘ભાસ્કર ઉત્સવ’ અંતર્ગત શનિવારે યોજાયેલા મોટિવેશનલ સેમિનારમાં પંડિત વજિય શંકર મહેતાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલામાં સેમિનારમાં ઘણાં સુરતીઓએ ભાગ લીધો હતો અને યુવા, પ્રોફેશનલ્સ, વૃદ્ધો અને લગભગ દરેક ફિલ્ડથી લોકો આવ્યા હતા. પંડિત વજિય શંકર મહેતાએ પોતાના પ્રવચનમાં ફેમિલી મેનેજમેન્ટ અને પોઝિટિવ એનર્જી પર વધારે ભાર આપ્યો હતો. ફેમિલીમાં પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાઓ અને તેના કારણે થતી ફેમિલી પ્રોબ્લેમ્સના સોલ્યુશન વિશેની વાતો કરી હતી.
ફેમિલી મેનેજમેન્ટ કઈ રીતે કરવું?આપણાં દેશની સૈથી મોટી સમસ્યા છે આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડા અને આની અસર આખા પરિવાર પર થાય છે કારણ પરિવારના કેન્દ્રમાં જ આ સંબંધ રહેલો છે. ફેમિલી મેનેજમેન્ટમાં એનર્જી લેવલ ઉપયોગી છે. મોટા ભાગની ફેમેલીમાં એવું થતું હોય છે કે ઘરના લોકો જ એક બીજાને સ્માઈલ નથી આપતા તેને કારણે જ વધુ તણાવ અને સ્ટ્રેસ પેદા થાય છે. ફેમિલી મેનેજ કરવાનો એક જ અકસીર ઈલાજ છે ઘરમાં બધાની સાથે સ્માઈલ આપો. હંમેશા હસતો રહો અને બહારના લોકો કરતા ઘરના લોકો સાથે પ્રેમથી વાત કરો. સ્ટ્રેસને દુનિાય માટે છોડી દો. ઘરમાં બધા સાથે મિôું બોલો.આજે પંડિતજીના આ કાર્યક્રમ
સવારે : ૮થી ૧૦.૩૦: સુંદરકાંડ મહાયજ્ઞ
સવારે : ૧૧થી ૧: સંગીતમય બપોર હનુમાનજીના નામે
બપોરે : ૧ વાગે પૂણૉહૂતિ રામચરિતમાનસ ૨૧ અખંડ પાઠ
બપોરે : ૧.૩૦ વાગે વિશાલ સમિષ્ટ ભંડાર
સ્થળ : રામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના હોલ, ભટાર રોડહનુમાન ચાલીસા અને મેડિટેશન
પંડિત વજિયશંકર મહેતા હનુમાન ચાલીસા દ્વારા મેડિટેશન કરાવવા માટે ઘણાં જાણિતા છે અને તેમણે આખા સેમિનારના અંતમાં પોઝિટિવ એનર્જી કઈ રીતે ફિલ કરવી તેના માટે હોલમાં ઉપસ્થિત બધા પાસે આંખો બંધ કરીને હનુમાન ચાલિસાનો પાઠ કરીને મેડિટેશન કરવા માટે જણાવ્યું હતું. આ એિકટવિટી બાદ પંડિતજીએ જણાવ્યું હતું કે ફેમિલી સાથે બેસીને રોજ આવી રીતે મેડિટેશન કરવાથી ફેમિલીની ઘણી સમસ્યા ઓછી થાય છે. અંતમાં બધાને ઘરે એક જ ઉપદેશ લઈ જવા માટે કહ્યું હતું કે જે મળે તેની સામે જોઈને સ્માઈલ આપો.પોઝિટિવ એનર્જી મેળવવા માટે શું કરવું?
@ માની સાથે વાત કરો
@ તુલસી હોય તો તેના ચક્કરો કાપો
@ અભ્યાસ માટે સારું પુસ્તક વાંચો
@ મોડી રાત્રે ખાવાનું ટાળો
@ મેડિટેશન બેસ્ટ વે છે
@ ઊંઘવાના પંદર મિનિટ પહેલા ટીવી જોવાનું ટાળો
@ ઊંઘતા પહેલા મેડિટેશન ચોક્કસ કરો
જીવનમાં સફળતા માટેના ચાર ‘પ’
@ પ્રોફેશન લાઈફમાં પરિશ્રમ
@ સોશિયલ લાઈફમાં પારદિર્શતા
@ ફેમિલી લાઈફમાં પ્રેમ
@ પર્સનલ લાઈફમાં પવિત્રતા