તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પેરેન્ટ્સ અને બાળકો માટેનું કાઉન્સેલીંગ સેન્ટર આજથી શરૂ

પેરેન્ટ્સ અને બાળકો માટેનું કાઉન્સેલીંગ સેન્ટર આજથી શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે કાઉન્સેલિંગ એન્ડ રીસોર્સ સેન્ટર પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન આજથી શરૂ થશે. આ સેન્ટરમાં સિટીના એક્સપર્ટ સાયકોલોજીસ્ટ, શિક્ષણશાસ્ત્રીઓ અને બાળરોગ નિષ્ણાતો અને મનોચિકિત્સકો બાળકો અને પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરશે અને આ કાઉન્સેલિંગ વિના મુલ્યે આપવામાં આવશે. આ સેન્ટર શરૂ કરવાનો મુખ્ય આશય પોઝીટિવ પેરેન્ટિંગને પ્રમોટ કરવાનો છે. હાલના સમયમાં ફેમિલીનું ન્યુિકલયરાઈઝેશન થઈ રહ્યું છે અને તેને કારણે મા-બાપને બાળ ઉછેર માટેનું પરંપરાગત અને વૈજ્ઞાનિક ગાઈડન્સ નથી મળી રહેતું.
બાળકોનું ઘડતર જ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે બાળક સમાજ માટે નેગેટિવ ફિલિંગ ધરાવતો થઈ જાય છે અને આવા બાળકના પેરેન્ટ્સને બાળ ઉછેર માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને મનોવૈજ્ઞાનિક બાળ ઉછેરથી દેશનું ભવિષ્ય ઘડતર થાય તે માટે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા સમયે બાળકો પણ અમુક વખત સ્ટ્રેસ ફિલ કરતા હોય છે અને કઈ રીતે ભણવું તે બાબતે પણ મુંઝવણ હોય છે આથી પરીક્ષાના સમયે બાળકોને પણ કાઉન્સેલિંગ આપવામાં આવશે.નર્મદ લાયબ્રેરીના સેમિનાર હોલમાં એક્સપર્ટસની પૂર્વ મંજુરી લઈને મળી શકાશે. આ માટેની વ્યવસ્થા નર્મદ લાયબ્રેરીમાં કરવામાં આવી છે. સિટીના કોઈપણ સિટીઝન આ કાઉન્સેલિંગ સેન્ટરની મદદ લઈ શકે છે.