તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કિલ્લાના રસ્ટિોરેશનમાં ફોટો ગેલેરી અને રેસ્ટોરન્ટ હશે

કિલ્લાના રસ્ટિોરેશનમાં ફોટો ગેલેરી અને રેસ્ટોરન્ટ હશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ કલચર એન્ડ હેરિટેજ (ઈનટેક)ના સુરત ચેપ્ટર દ્વારા શનિવારે ચોકના કિલ્લાના રસ્ટિોરેશન પર પ્રેઝન્ટેશન અને પબિ્લક ડસ્કિશન રાખવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોકને હેરિટેજ સર્કલ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે કિલ્લાનું રસ્ટિોરેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ રસ્ટિોરેશનનું વર્ક જે આિર્કટેકટ કરી રહ્યાં છે તેમનું પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં સરોષ વાડીયાએ આખા પ્રોજેકટમાં તેઓ શું કરી રહ્યાં છે તે વિશેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
પોતાના પ્રેઝન્ટેશન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કિલ્લાના રસ્ટિોરેશનના કામ અમે ફરી તેને જીવંત કરી રહ્યાં છીએ. જયાંથી તેને રપિેર કરવાની જરૂર છે તેને એવી રીતે રપિેર કરીશું કે તેની જે ઓરજિીનાલિટી છે તે જળવાઈ રહે અને તેનું મહત્વ પણ જળવાઈ રહે. કિલ્લામાં લોકો વધારે મુલાકાત માટે આવે અને લોકો સુરતના ઈતિહાસની વધુ નજીક આવે તે માટે ટેમ્પેરવરી બેસઝિ પર ફોટો ગેલેરી બનાવશે જેમાં ઘણાં એક્ઝિબશિન પણ રાખશે અને અલગથી ફોટો ગેલેરી પણ બનાવશે. અમે એક ચોક્કસ જગ્યા નકકી કરી છે, જયાંથી આખી તાપી નદીનો પથ દેખાય છે અને તે જગ્યા પર અમે રેસ્ટોરન્ટ શરૂ કરવાનું હાલમાં વીચારી રહ્યાં છીએ.’
આ પ્રેઝન્ટેશન બાદ લોકોએ કિલ્લા વિશે ઘણાં સવાલો કર્યા હતા, જેમાં આ કાર્ય કેવી રીતે હાથ ધરવામાં આવશે અને કિલ્લો રસ્ટિોર થયા બાદ કોને સોંપવામાં આવશે તે વિશેના પ્રશ્નો પૂછાયા હતા.કિલ્લાને એિકટવ રાખવા એિકટવિટી વધારો
કાર્યક્રમમાં એક સજેશન એવું આપવામાં આવ્યું હતું કે કિલ્લાના રસ્ટિોરેશન બાદ કિલ્લાને પબિ્લક પ્રાઈવેટ પાર્ટનરશપિના આધારે મેનેજમેન્ટ કરવું જોઈએ, જેને કારણે તેની જાળવણી સરખી રીતે થાય. જો જગ્યાને રપિેર કરીને એમનેમ પડી રહેવા દેવામાં આવે તો ફરી હતી તેવી જ થઈ જાય છે. આ કારણને લઈને પણ મેનેજમેન્ટ આવી રીતે રાખવું જોઈએ. આ ઉપરાંત અહીં કલચરલ એિકટવિટી માટેનું એક ડેસ્ટિનેશન ઊભંુ કરવું જોઈએ, જેથી વધુ ને વધુ લોકો અહીં આવીને મુલાકાત લે અને આ જગ્યા જીવંત રહે જેથી કરીને તેની જાળવણી થતી રહે. આમ કરવાથી લોકો વધુને વધુ કિલ્લાની મુલાકાત માટે આવશે તેથી કિલ્લાની જાળવણીનો જે હતું છે તે પણ યથૉથ થશે.