તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજકોટમાં આજે બીએલઓ કલેકટર કચેરીએ મોરચો માંડશે

રાજકોટમાં આજે બીએલઓ કલેકટર કચેરીએ મોરચો માંડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારયાદીની ચકાસણીની ડોર ટુ ડોર કામગીરીનો ચૂંટણી પંચના આદેશ મુજબ પ્રારંભ કરાયો છે. કામગીરી માટે નિયુકત કરાયેલા બૂથ લેવલ ઓફિસર(બીએલઓ) દ્વારા આવતીકાલે પોતાની માગણીઓ સંદર્ભે કલેકટર કચેરીએ મોરચો માંડવા ચીમકી આપી છે. બીજી તરફ આ કામગીરી ફરજિયાત છે અને નહીં કરવામાં આવે તો કડક પગલાંની જાણ તમામ બીએલઓને ઇઆરઓ મારફતે કરવા કલેકટર દ્વારા તંત્રને દોડતું કરાયું હતું. જેને પગલે હવે ઘર્ષણનાં એંધાણ મળી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મતદારયાદી ચકાસણી સહિતની કામગીરી કરવા રાજકોટ શહેરમાં શિક્ષક સહિતના ૮૦૦ જેટલા સરકારી કર્મીઓની બીએલઓ તરીકેની નિયુિકત કરાઇ છે. આ તમામને મતદારયાદી સુધારણા માટેની ડોર ટુ ડોર કામગીરી સોંપાઇ છે.જે કામગીરી તેમને ઓફિસ અવર્સ બાદ કરવાની રહે છે અને તેમને રૂ. ૩૦૦૦નુંમાનદ વેતન પણ અપાય છે. કામગીરી સામે બીએલઓ દ્વારા અનેક વાંધા ઉઠાવાયા છે. જેમાં ખાસ કરીને પોતાની ઓફિસની મૂળ કામગીરી ઉપરાંતની આ કામગીરી સામે વિરોધ દર્શાવીને ઓફિસ કામમાંથી મુિકત આપવાની માગણી કરવામાં આવી છે. વધુમાં રવિવારે આ કામગીરી નહીં કરવાનો પણ સૂર પ્રગટ કરાયો છે.
રાજકોટના તમામ બીએલઓ વતી અગાઉ બે વખત કલેકટરને સંબોધીને આવેદનપત્ર સુપરત કરાયા હતા અને કેટલાક મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવી હતી. સ્પષ્ટતા નહીં મળતા આજે ત્રીજી વખત આવેદનપત્ર પાઠવીને આવતીકાલ સવારે ૧૦ વાગ્યા સુધીની મહેતલ આપવામાં આવી હતી. આજે અપાયેલા આવેદનમાં જણાવાયા મુજબ તમામ બીએલઓ તા. ૭ ને રવિવારે જિલ્લા કલેકટર કચેરીએ સવારે આઠ વાગ્યે સાહિત્ય સાથે એકઠા થશે. જો ૧૦ વાગ્યા સુધીમાં તેમને લેખિતમાં (બીએલઓની માગણી સ્વીકારવા સંદર્ભે) જાણ કરાશે તો જ આ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવાશે તેમ જણાવાયું છે.ફોજદારી કાર્યવાહી સુધીનાં પગલાં:કલેકટર
રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. રાજેન્દ્રકુમારના જણાવ્યા મુજબ ચૂંટણીતંત્ર આ બાબતે બહુ જ સ્પષ્ટ છે. જો બીએલઓ આવતીકાલ સવારે બુથ પર નહીં હોય તો કડકમાં કડક પગલાં લેવાશે. કડક પગલાં એટલે શું ?તેમ પૂછતા કલેકટરે જણાવ્યું હતું કે આ પગલાં સસ્પેન્શન, નોકરીમાંથી ડીસમીસ કે પછી ફોજદરી સુધીના પણ હોઇ શકે.૧) બીએલઓની કામગીરીમાં રોકાયેલા હોય ત્યાં સુધી મૂળ ફરજમાંથી મુિકત આપવી.
૨) જાહેર રજાના દિવસે બીએલઓને પણ રજાનો લાભ અપાવો જોઇએ.
૩) આ કામગીરી એજન્સીઓને સોંપીને ફિકસ પગારથી કામગીરી કરાવી શિક્ષિત બેકારોને રોજગારી પૂરી પાડી શકાય.
૪) આ કામગીરીમાં કર્મચારીઓનું શોષણ થતું જણાય છે માટે યોગ્ય માગણીઓનો ઉકેલ લાવવો.
૫) અન્ય કર્મચારીઓને પણ કામગીરી સોંપવા રોટેશન પધ્ધતિ અમલમાં લાવવી.
૬) કામગીરી ઓફિસ અવર્સ બાદ લેવાતી હોઇ આઠ કલાકથી વધુ કામગીરી લેવાય છે. જે માનવાધિકારના નિયમોના ઉલ્લંઘન સમાન છે અને કર્મચારીનું શોષણ કરાઇ રહ્યું છે.
૭) મહિલા કર્મચારીઓને બાદ રખાય તે જરૂરી.
૮) કચેરી સમય બાદની કામગીરી એ ઓવરટાઇમ ગણાય અને ઓવરટાઇમ માટે કોઇ કર્મચારીને ફરજ ન પાડી શકાય.