તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસની હાજરીમાં ડિમોલશિન

પોલીસની હાજરીમાં ડિમોલશિન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટારમાં રસુલાબાદ વસાહત દૂર કરવાની કામગીરીમાં શનિવારે પોલીસની મદદ લેવી પડી હતી. આવાસ મેળવવાથી વંચિત રહી ગયેલાં લોકોએ પાલિકાના સ્ટાફને ઘેરી લીધો હતો. એટલે, વાતાવરણ થોડું ગરમાયું હતું.
રસુલાબાદની વસાહતનું ડિમોલીશન કરીને ૨૮ હજાર ચોમી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. તેમાં મકાનો, દુકાનો અને ગોડાઉન જેવી ૧૫૫ જેટલી કાચીપાકી મિલકતો જમીનદોસ્ત થઈ હતી. ડિમોલીશનની કામગીરી છેલ્લાં બે દિવસથી ચાલતી હતી. શનિવારે દસેક લોકોએ હોબાળો મચાવી પાલિકાના સ્ટાફને ઘેરી લીધો હતો. અઠવાઝોનના સ્ટાફે તાબડતોબ ખટોદરા પોલીસને બોલાવી લીધી હતી. એટલે વાતાવરણ તંગ થતાં થતાં રહી ગયું હતું. અઠવાઝોનના કાર્યપાલક ઇજનેર ડી.એમ. પટેલનું કહેવું હતું કે, ટીપી સ્કીમ નં-૨૮માં ભટાર વાય જંકશનથી રસુલાબાદ ખાડી સુધી ૨૪ મીટરનો રોડ રોડ ઉપરની રસુલાબાદ વસાહતને ખાલી કરાવી રસ્તો બનાવવા માટે ડિમોલીશન કરીને લોકોને સ્થાળાંતરિત કરાયા હતાં. ૨૮ હજાર ચોરસફૂટ જેટલી જગ્યા ખુલ્લી થયેલી જગ્યાનો કબજો લીધો હતો. હવે ત્યાં રસ્તો બનાવવા માટે કાટમાળ ખસેડવાની કાર્યવાહી ચાલતી હતી, તે વખતે આ ઘટના બની હતી, તેવું તેમણે ઉમેર્યુંં હતું.