• Gujarati News
  • ઉકાઈ ચોકીમાં વૃદ્ધનું એટેકથી મોત

ઉકાઈ ચોકીમાં વૃદ્ધનું એટેકથી મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ ખાતે રહેતા હીરાભાઈ માથાભાઈ ગામીત (ઉ.વ.૬૦) તેમના મિત્ર સાથે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતાં. તેમના મિત્રે પોલીસ સ્ટેશનમાં અરજીના કામે નિવેદન લખાવવાનું હતું. અન્ય ત્રણચાર વ્યક્તિ સાથે વાનમાં ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. દરમિયાન પોલીસ તેમના મિત્રનું નિવેદન નોંધી રહી હતી અને ત્યારે અચાનક હીરાભાઈને છાતિમાં દુખાવા સાથે éદય રોગનો હુમલો થતાં તેઓ ઢળી પડ્યા હતાં. આથી હાજર પોલીસ કર્મચારી તેમજ તેના મિત્રોએ તેમને સારવાર માટે ઉકાઈની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.