તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારડોલીમાં ટ્રકે ટક્કર મારી છતાં કારમાં સવાર દંપતીનો બચાવ

બારડોલીમાં ટ્રકે ટક્કર મારી છતાં કારમાં સવાર દંપતીનો બચાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી-વ્યારા રોડ ઉપર શનિવારે સવારે કસ્તુરી હોટલની સામે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવને પગલે થોડો સમય માટે હાઈવે પર ચક્કાજામની સ્થિતિ પેદા થઈ હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર વ્યારાના માલીવાડ ખાતે રહેતા નિલેશભાઈ રમેશભાઈ સોની તેમની પત્ની હેતલબહેન નિલેશભાઈ સોની તેમના મિત્ર અશોકભાઈ ટેલર તથા તેમની પત્ની સંગીતાબહેન ટેલર સાથે આજરોજ સવારે એક મારુતિ કાર (જીજે-૧૯ એ -૫૩૫૭)માં સુરતની પીપી સવાણી સ્કૂલ ખાતે વાલી મિટિંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતાં.
તે સમયે વ્યારા બારડોલી રોડ ઉપરથી પસાર થતા હતાં ત્યારે બારડોલી નજીક કસ્તુરી હોટલ પાસે નેશનલ હાઈવે નં ૮ ઉપર સામેથી આવતી એક ટ્રક (જીજે -૧૯ વી-૬૫૮)ના ચાલકે ટ્રક ગફલત ભરી રીતે હંકારી આવતાં કારને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં કાર ૫૦થી ૬૦ ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી.
આ ઘટનામાં બંને દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવને પગલે થોડો સમય માટે હાઈવે પર ચક્કાજામની સ્થિતિ પેદા થઈ ગઈ હતી.