• Gujarati News
  • માંડવીમાં વૃક્ષારોપણ

માંડવીમાં વૃક્ષારોપણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી નગર યુવા ભાજપ દ્વારા નગરની કુમાર શાળાના વિશાળ પટાંગણમાં ડો. શ્યામ પ્રસાદ મુખરજીની પૂણ્યતિથિએ વૃક્ષારોપણને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા ભાજપ મંત્રી જગદીશભાઈ પારેખ, તથા નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, તાલુકા ભાજપ પ્રમુખ રેસાભાઈ ચૌધરી અને રોહિત પટેલે ડો. શ્યામપ્રસાદ મુખરજીની દેશભિકતની ભાવનાને બિરદાવી વીરપુરુષને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમને રાખી પયૉવરણ અંગે જાગૃતિનો પ્રયાસ કરનાર યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ મહિડા તથા રાજા ઠાકોરભાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યાં હતાં. કુમાર શાળાના વિશાળ પટાંગણમાં વિવિધ વૃક્ષોનું રોપાણ કર્યું હતું.