તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારકોડેડ રેશનકાર્ડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરો: પુરવઠા નિયામક

બારકોડેડ રેશનકાર્ડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરો: પુરવઠા નિયામક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારકોડેડ રેશનકાર્ડની કામગીરી સૌરાષ્ટ્રમાં હવે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા રાજ્યના પુરવઠા નિયામકે આજે તંત્રને તાકીદ કરી હતી. રાજકોટ કલેકટર કચેરીમાં આજે આ બેઠકમાં ઉપસ્થિત સૌરાષ્ટ્રના તમામ કલેકટર અને ડીડીઓને લોકોને ઝડપભેર બારકોડેડ રેશનકાર્ડ મળી જાય તે જોવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં તમામ ડીએસઓ દ્વારા તેમના જિલ્લાઓમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બારકોડેડ રેશનકાર્ડની યોજના પૂર્ણ થવાનું નામ લેતી નથી. વિલંબ માટે અધિકારીઓની બેદરકારી છતી થઇ છે જેની નોંધ લેવા ઉપરાંત હવે કોન્ટ્રાકટર એજન્સીઓની કામગીરી પણ ઝડપી બનાવવા ખાસ સૂચના અપાઇ હતી.
ખાસ કરીને બારકોડેડ રેશનકાર્ડમાં મીસમેચને કારણે મોટી સંખ્યામાં લોકો હેરાન થઇ રહ્યા છે જેમાં ડાટા એન્ટ્રી ઓપરેટરોની બેદરકારી પણ કારણભૂત હોવાથી આ ક્ષતિઓ સુધારવા તાકીદ કરવામાં આવી હતી.
કલેકટર રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે બેઠકમાં બારકોડેડ રેશનકાર્ડની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની તાકીદ કરાઇ હતી.
રાજકોટ શહેર-જિલ્લામાં ૩.૫ લાખ કરતાં વધુ કાર્ડ જારી કરવાના બાકી ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં જ બારકોડેડ રેશનકાર્ડની કામગીરી મોટા પાયે બાકી છે. શહેર-જિલ્લા મળીને કુલ ૯ લાખ જેટલા કાર્ડધારકો છે જેમાંથી હજુ ૩.૫ લાખ લોકોને નવા બારકોડેડ રેશનકાર્ડ જારી કરવાના હજુ બાકી છે. આ બાબતે વારંવાર ઉહાપોહ થવા છતાં કામગીરી લંબાતી જાય છે. ટોચના અધિકારીઓએ અગાઉ પણ અનેક વખત તાકીદ કરી છે પરંતુ કામ પૂરું થતું જ નથી. ત્યારે કોઇ નિષ્ઠાવાન અધિકારીએ બારકોડેડ રેશનકાર્ડની કામગીરી હાથમાં લેવી જોઇએ.