તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેરમાંથી બાઇક ચોર ગેંગ ઝડપાઇ: ચાર ચોરીના ભેદ ખુલ્યા

શહેરમાંથી બાઇક ચોર ગેંગ ઝડપાઇ: ચાર ચોરીના ભેદ ખુલ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ટુ-વ્હીલર વાહનની ચોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે શહેર પોલીસે ચાર શખ્સોને દબોચી લેતા ચાર ચોરીના ભેદ ખુલ્યા હતા. રેસકોર્સ િંરગ રોડ પર ફનવર્લ્ડ નજીકથી ત્રણ બાઇક પર શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા જયદીપસિંહ વજેસિંહ રાઠોડ, તેનો ભાઇ સહદેવસિંહ, ગોંડલ રોડ પરના રાધાક્રિષ્ન પાર્કનો કરણ જીતેન્દ્ર પરમારને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે અટકાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ત્રપિુટીએ પોલીસની લાલ આંખ થતા પોતાની પાસે રહેલા ત્રણેય બાઇક ચોરાઉ હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. તેમજ વાહનચોરીમાં મહેશનું નામ ખુલતા પોલીસે તેને પણ દબોચી લઇ વધુ એક બાઇક કબજે કર્યું હતું.