તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાઉસિંગ યોજનાનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ

હાઉસિંગ યોજનાનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જેવા મહાનગરોમાં ઘરનું ઘર લેવું મધ્યમ વર્ગ માટે કપરું બન્યું છે. ત્યારે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ દરમિયાન શહેરી ગરીબો માટે પોષાય તેવાં મકાનોની યોજના શરૂ કરવા નિધૉર વ્યક્ત કર્યો છે. ત્યારે દરેક મનપાની ઉપલબ્ધ જમીનો અને તેના પર આવાસ આયોજનના પ્રાથમિક રિપોર્ટ સાથે તમામ મ્યુનિ. કમિશનરને ગાંધીનગર તેડાવ્યા છે. રાજકોટ મ્યુનિ. કમિશનર અજય ભાદુએ આ યોજનનો પ્રાથમિક રિપોર્ટ આજે રાજ્ય સરકારમાં સબમિટ કરી દીધો છે.
વિધાનસભાની ચૂંટણી ઉપર રાજ્ય સરકારે દરેક શહેરોમાં માત્ર બીપીએલ કાર્ડવાળા નહીં પરંતુ તમામ શહેરી ગરીબોને પોષાય તે પ્રકારના અવાસોની યોજના એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના નામે યોજના જાહેર કરી હતી. હવે તાજેતરમાં દરેક મનપા કચેરી પાસેથી આવાસ હેતુના પ્લોટ અંગેની માહિતી મંગાવી છે. ટીપી વિભાગે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી આપતા કમિશનર એકશન પ્લાન સાથે ગાંધીનગર ગયા છે.
જો કે રાજ્ય સરકાર શહેરી ગરીબ માટેની વ્યાખ્યામાં શું શું શરતો રાખે છે ? કવાર્ટર મેળવવાની લાયકાત શું છે ? તે સહિતની સૂચનાઓ હજુ દરેક મનપાને રાહ જોવાની છે.રાજકોટમંા પ્રતિ વર્ષ ૮ થી ૧૦ હજાર આવાસ બાંધવાનો પ્રાથમિક અંદાજ
રાજકોટની વાત કરીએ તો પાંચ વર્ષમાં આવાસ બંધાઇ શકે તેવી કુલ ૧૧ લાખ ચો.મી.થી વધુ જમીન ઉપલધ્ધ છે. જો કે ટીપી ફાઇનલ થઇ ગઇ હોય તેવી જમીન સાડાચાર લાખ ચો.મી.છે. પાંચ વર્ષમાં રાજકોટ મનપા આ જમીન પર ૬૦ હજાર જેટલા આવાસ બાંધી શકે તેવો પ્રાથમિક અંદાજ છે. પ્રતિ વર્ષ ૮થી ૧૦ હજાર આવાસ બાંધવાનો પ્રાથમિક અંદાજ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.