તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વ્યારા વાલોડ વિસ્તારમાં સતત બીજા દિવસે એક ઈંચથી વધુ વરસાદથી ખેડૂતો ખુશ

વ્યારા-વાલોડ વિસ્તારમાં સતત બીજા દિવસે એક ઈંચથી વધુ વરસાદથી ખેડૂતો ખુશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકામાં શુક્રવારે મેઘરાજાએ એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. શનિવારે પણ મેઘરાજાએ ઠેકઠેકાણે વરસાદી ઝાપટા નાખતા બંને તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતાં. આ બંને તાલુકાના ખેડૂતો પણ ખેતીકાર્યમાં જોતરાઈ ગયા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું ધીમેધીમે જમાવટ કરતું હોય એમ શુક્રવારે વહેલી સવારે વાલોડ નગર અને ગ્રામ્ય વિસ્તાર તથા વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તાર વરસાદ પડ્યો હતો. ત્યારબાદ શનિવારે વાદળછાયા વાતાવરણની સ્થિતિ યથાવત રહી હતી.
સમયાંતરે હળવાથી ભારે ઝાપટા સાથે વરસાદ આવતાં નગરજનો અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ભારે ખુશખુશાલ થયા હતાં. સાથે પ્રથમ વાર વરસાદનું પાણી ખેતરમાં સંગ્રાયેલું પડતું ધરતી પુત્રો ચોમાસા ખેતીનું કામ પૂરજોશમાં હાથ ધરી દીધુ હતું. વ્યારા ફ્લડ કંટ્રોલમાં વરાસદની સ્થિતિ શુક્રવાર રાત્રે અને શનિવારે રાત્રે અને શનિવારે બપોરે ૨.૦૦ કલાક સુધી વ્યારા ખાતે ૨૫ મિમી વરસાદ અને વાલોડ ખાતે ૨૪ મિમી વરસાદ નોંધાવાની સાથે વ્યારા અને વાલોડ પંથકમાં પસાર થતી નદીમાં ચોમસાાના નવા નીર નજરે પડ્યા હતાં.આ વખતે ચોમાસું સારું જવાના અણસાર મળતાં આખું વર્ષ સિંચાઈ થશે તેવી આશાથી ખેડૂતો ખુશ થઈ ગયા હતા.