• Gujarati News
  • નારોલમાં નવા રો હાઉસને તોડી પડાયાં

નારોલમાં નવા રો-હાઉસને તોડી પડાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& નારોલ વિસ્તારમાં નવા તૈયાર થયેલા ૮૦૭ ચો.ફૂટ ક્ષેત્રફળ ધરાવતા રો-હાઉસ પ્રકારના બિનઅધિકૃત બાંધકામને એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના તમામ સ્ટાફ સાથે તોડી પાડવામાં આવ્યા હતો. ઉપરાંત દાણીલીમડા વિસ્તારમાં ૮૬૦૦ ચો.ફૂટ ક્ષેત્રફળ ધરાવતા બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા આવા જ બિનઅધિકૃત બાંધકામો સામે તવાઈ લાવી તેમને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પૂરક પરીક્ષાની હોલટિકિટ ઓનલાઈન મળશે
અમદાવાદ & ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાની હોલટિકિટ ઓનલાઈન આપવાનો નિર્ણય લેવાયો છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલટિકિટ મેળવી શકશે. પરીક્ષા હવે નજીકમાં હોઈ હોલ ટિકિટ ઓનલાઈન આપવાની જાહેરાતથી સ્કૂલો મૂંઝવણમાં મુકાઈ છે. અમૂક સ્કૂલોમાં તો પ્રિન્ટર પણ બગડેલા હોઈ તેમણે પણ હવે બહારથી હોલટિકિટની પ્રિન્ટ મેળવવાની રહેશે. બોર્ડ દ્વારા પ્રથમ વખત ઓનલાઈન હોલટિકિટ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજધાની એકસ્પ્રેસમાં વધુ ત્રણ કોચ
અમદાવાદ & નવી દિલ્હી તરફ જતા પ્રવાસીઓના ધસારાને પગલે તત્કાલ અસરથી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એકસ્પ્રેસમાં વધુ ત્રણ કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા રેલવે પ્રવકતાએ જણાવ્યું કે, આ નવી જાહેરાત મુજબ ૩૦મી સપ્ટેમ્બર સુધી થર્ડ એસીના બે કોચ તથા સેકન્ડ એસીનો એક કોચ રાજધાની એકસ્પ્રેસમાં જોડવામાં આવશે.