• Gujarati News
  • ઊન્ઇઈગ્ક: પ્રવેશ વંચિતો માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતાં રોષ

ઊન્ઇઈગ્ક: પ્રવેશ વંચિતો માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફસ્ર્ટ યર બીકોમની કોલેજોની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં શહેરની અગ્રણી કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે, પરીણામે આ કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. બીજી તરફ શહેરની વિવિધ કોલેજોમાં આશરે ૧૫૦૦થી વધુ બેઠક ખાલી હોવા છતાં અસંખ્ય વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા આવા પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ વંચિતો માટે અલાયદી કોઈ વ્યવસ્થા નહીં કરાય તેમ જણાવતા આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શકયતા છે.
ધોરણ ૧૨ કોમર્સના પરિણામની જાહેરાત બાદ ફસ્ર્ટ યર બીકોમ શાખાની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે અંતર્ગત શહેરની અગ્રણી પ્રતિષ્ઠિત મનાતી કોમર્સ કોલેજોમાં હાઈ મેરીટ વાળા વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે, બીજી તરફ હાઈ મેરીટ ધરાવતા, ઊંચી ટકાવારી વાળા અસંખ્ય વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પોતાની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી શકયા નથી.
વિગતો સૂત્રો પાસેથી મળી છે. જોકે આવી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં તે ભરાઈ ગઈ હોવાનું કોલેજ સત્તાવાળાઓ જણાવી રહ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ બાબતે યુનિવર્સિટીના સત્તાવાળાઓનો મોબાઈલ ફોન પર પ્રતિક્રિયા જાણવા માટે સંપર્ક કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શકયો ન હતો.