તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કચ્છમાં નવાં ૧૮૬ આંગણવાડી કેન્દ્ર બનાવવાને મળી મંજૂરી

કચ્છમાં નવાં ૧૮૬ આંગણવાડી કેન્દ્ર બનાવવાને મળી મંજૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ૧૮૬ જેટલી નવી આંગણવાડી શરૂ કરવા રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી છે, તો ૧૪૮માં નવાં મકાનો બનાવવા દસ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી થઇ છે, જેના વર્કઓર્ડરો પણ બહાર પડાઇ ગયા છે. આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે.
જિલ્લા પંચાયત પ્રમુખની યાદી અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગર દ્વારા કુલ ર૦પ૮ નવાં કેન્દ્રો મંજૂર થયાં છે, જેમાં કચ્છના ૧૮૬નો સમાવેશ થાય છે. હવે જિલ્લામાં કુલ ર૧૦૦ સેન્ટર કાર્યરત થઇ જશે. નવાં કેન્દ્રો માટે વહીવટી પ્રક્રિયા શરૂ થઇ છે. આ ઉપરાંત ભાડાના મકાનમાં ચાલતાં ૧૪૮ કેન્દ્ર માટે અલાયદાં ભવનને પણ મંજૂરી અપાઇ છે, જેમાં ભુજના ૩૪, રાપર-ભચાઉ-ગાંધીધામના ર૩, અબડાસા અને લખપતના ર૦ મુન્દ્રા અને અંજારના ૧૯, અંજારમાં ૧૩, અબડાસા, દયાપર, નખત્રાણા, માંડવીના ૧૧ અને માંડવી તેમજ નખત્રાણાના નવ યુનિટનો સમાવેશ થાય છે. નવાં સેન્ટરોમાં સ્ટાફની સમસ્યા દૂર થાય, તે માટે પણ પ્રયાસો આદરાઇ રહ્યા છે, જે ટૂંક સમયમાં પરપિૂર્ણ થશે.
પંચાયત પરિવાર દ્વારા મુખ્યમંત્રી મોદી, વન પયૉવરણ મંત્રી ગણપત વસાવા, બાળ કલ્યાણા મંત્રી વસુબેન ત્રિવેદીનો જિલ્લા પંચાયત અધ્યક્ષ ત્રિકમભાઇ છાંગાએ ખાસ
આભાર માન્યો હતો.