તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લા કોંગ્રેસ ધરણા યોજીને મુખ્યમંત્રી સમક્ષ હિસાબો માગશે

જિલ્લા કોંગ્રેસ ધરણા યોજીને મુખ્યમંત્રી સમક્ષ હિસાબો માગશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી મોદીએ માંડવીમાં યોજાયેલા સદ્દભાવના કાર્યક્રમમાં કચ્છ માટે ૨૧૬૫ કરોડ ખર્ચવા કરેલી જાહેરાતનો હિસાબ માગવા જિલ્લા કોંગ્રેસ દ્વારા તા.૧૪/૮ના ધરણા યોજવા નિર્ણય લેવાયો હતો.
ભુજમાં મળેલી પક્ષની કારોબારી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રી બાબુભાઇ બોખીરિયાને ખનિજચોરીના આરોપસર ત્રણ વર્ષની સજા થઇ હોવા છતાં હોદ્દા પર ચાલુ છે, તે મુદ્દે તથા મુખ્યમંત્રીએ જાહેર કરેલા ૨૧૬૫ કરોડના મામલે દેખાવ યોજવા તા.૧૪/૮ના આખો દિવસ ધરણા કરાશે. વર્તમાન રાજ્ય સરકાર કિસાનો ગરીબો અને મહિલાઓ વિરોધી હોઇ તેની સામે ચલાવાનારી લડતમાં તમામ કચ્છીઓ જોડાય તેવી હાકલ તેમણે કરી હતી.