• Gujarati News
  • લૂંટ ચલાવનાર વધુ ચાર ઝડપાયા

લૂંટ ચલાવનાર વધુ ચાર ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં પટેલ ધંધાર્થીનો પ્લોટ પચાવી પાડવાના ઇરાદે હુમલો કરી, લૂંટ ચલાવનાર શખ્સો પૈકીના વધુ ચાર આરોપીઓને પોલીસે હથિયાર અને વાહનો સાથે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં ચાર શખ્સો હજુ ફરાર છે.
શહેરના ગોકુલનગર રોડ પર કારખાનેદાર ભુપેન્દ્રભાઇ ડોબરિયા પર ત્રણ દિવસ પૂર્વે અનિલ મેર સહિતના એક ડઝન શખ્સોએ હુમલો કરી, માર મારી રોકડ અને મોબાઇલની લંૂટ ચલાવી હતી. પટેલ યુવાનનો પ્લોટ પચાવી પાડવાના ઇરાદે કરાયેલા હુમલા અને લૂંટ પ્રકરણના વ્યાપક પડઘા પડયા હતાં. પોલીસે આ બનાવ અંગે મોડે-મોડે કાર્યવાહી આગળ ધપાવી શુક્રવારે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે શનિવારે આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર અનિલ જગદીશ થાપલિયા, રાહુલ વજિય થાપલિયા, કાના ધનરાજ ગઢવી, રમેશ ભીમજી પારિયા નામના શખ્સોને પોલીસે એક કાર, એક બાઇક અને ધોકા-પાઇપ સહિતના હથિયારો સાથે પકડી પાડયા હતાં. બે દિવસના ધરપકડનો આંક નવ પર પહોંચ્યો છે. જ્યારે હજુ ચાર આરોપીઓ ફરાર રહેવા પામ્યા છે.