• Gujarati News
  • બ્રહ્નવિધ્યા સંસ્થાન દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ

બ્રહ્નવિધ્યા સંસ્થાન દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહર્ષિ સદ્ગુરૂ સદાફલદેવજી મહારાજના િદ્વતીય પરંપરા સદ્ગુરૂ સ્વતંત્રદેવજી મહારાજ અને સંત પ્રવર વિજ્ઞાનદેવજી મહારાજના મુખારવિંદથી રાણી ફિળયામાં ૨૫૧ કુંડના વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થતા જ સમગ્ર વાતાવરણ વૈદિક ઋષિ મંત્રોથી ગુંજી ઉઠ્યું હતું.
યજ્ઞના પ્રારંભમાં સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજે યજ્ઞની આવશ્યકતા અને ઋષિઓની અનાદિ પદ્ધતિ પર વિશેષ ભાર પોતાની દિવ્યવાણીમાં આપ્યો હતો. યજ્ઞ દ્વારા ભૌતિક ઉન્નતિ અને ઋષિઓને યાદ કરી તેમના વેદમંત્રો દ્વારા આહુતિ આપી હતી. આ પ્રસંગે શોભાયાત્રા જુના બસ સ્ટેન્ડથી યજ્ઞ સ્થળ સુધી કાઢવામાં આવી હતી. જેમાં સદ્ગુરૂ સ્વતંત્રદેવજી મહારાજ અને સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજ એક રથમાં બિરાજ્યા હતા. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન વાંસદાના ધર્મેન્દ્રસિંહ સોલંકી અને તેમના ૫૦ જેટલા યુવામિત્રોએ કર્યું હતું. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાખંડમાં થયેલ કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે હતો.
સદ્ગુરૂ સ્વતંત્રદેવજી મહારાજે અમૃતવાણીમાં સદ્ગુરૂ સદાફલના જીવનકાળથી અત્યારસુધીના ગુજરાતના ભકત શિષ્યોના પ્રેમ પર વિશેષ ભાર આપ્યો હતો. અહીં ગુજરાતમાં અપાર પ્રેમ હોવાને કારણે ત્રણ-ચાર માસના અંતરે ગુજરાત આવતા હોવાનું જણાવ્યું હતું.
આ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે દુરદુરના ભકત શિષ્ય ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ, પુના, સંગમનેર, નાસિક, ગ્વાલિયર, ભોપાલ, ગાંધીધામ, ડાંગ, સેલવાસ, વાપી તથા દંડકવનની આસપાસના વિસ્તારના છથી સાત હજાર ભકતોએ ઉપસ્થિત રહી ગુરૂજીની અમૃતવાણીનો લાભ
લીધો હતો.