તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંડવીમાં ૨૭ મિમી વરસાદ ઝીંકાયો

માંડવીમાં ૨૭ મિમી વરસાદ ઝીંકાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડ્યો હતો. જ્યારે શનિવારે મેઘરાજાએ પોતાની બેટિંગ ધીમી કરી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંડવીમાં ૨૭ મિમી જેટલો નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં નહીંવત વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં મેઘરાજાએ પોતાની બેટિંગ ધીમી કરતાં જિલ્લાના અમૂક વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક તાલુકાઓ કોરા રહ્યાં હતાં. જેમાં કામરેજમાં ૨૦ મિમી, માંડવીમાં ૨૭ મિમી, માંગરોળ ૦૭ મિમી, ઓલપાડમાં ૦૩ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓ કોરા રહ્યાં હતાં.
બપોર બાદ બારડોલી નગરમાં સુરજ દાદાના દર્શન થયા હતાં. આ સાથે નગરમાં પાવર કાપ હોવાથી લોકો વરસાદી સઝિનમાં પણ પરસેવે રેબઝેબ થયા હતાં. જિલ્લામાં કેટલાક દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોને રાહત થઈ હતી.
મહુવા તાલુકામાં છેલ્લા બે- ત્રણ દિવસથી વરસેલા વરસાદના પરિણામે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, પુના, ઓલણ નદીમાં ઉપરાંત કોતર અને ખાડીમાં નવા નીરનું આગમન થયું છે. તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓ બંને કાંઠે છલકાઈ ગઈ છે. ઉપરવાસના વરસાદને કારણે મહુવા તાલુકાની નદીઓ બે કાંઠે છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉકાઇ ડેમમાં નહીંવત આવરો
ફ્લડ કંટ્રોલથી મળેલી વિગતો અનુસાર ઉકાઈના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં શનિવારે નહીંવત વરસાદ વરસ્યો હતો. આથી ડેમમાં પાણીનો ઇનફલો ૮૬,૦૪૧ કયૂસેક રહ્યો હતો. ડેમની સપાટી ૩૧૭.૮૭ ફૂટ રહી હતી.